Bollywood

સૈફ અલી ખાન નહિ પરંતુ આ અભિનેતાના સાથે લગ્ન કરવા માંગતી હતી અમૃતા સિંહ, માતાને લગ્ન માટે ઘરે સુધી લઇ ગઇ પરંતુ

80ના દાયકામાં બોલિવુડ પર રાજ કરનારી અભિનેત્રી અમૃતા સિંહને કોણ નથી જાણતું. તે તેમની લવ લાઇફ, લગ્નને લઇને, તેમના સંબંધને લઇને વગેરે જેવા કારણોથી ચર્ચામાં રહી છે તેવામાં જાણો તેમના સાથે જોડાયેલી કેટલીક વાત..

અમૃતા સિંહ જેટલી જ શાનદાર અભિનેત્રી છે તેટલુ જ દિલચસ્પ તેમનું જીવન પણ છે. પોતાના નિર્ણયોને લઇને અમૃતા હંમેશા કોન્ફિડેંટ જોવા મળી છે. પછી એ નિર્ણય તેમનો લગ્નનો જ કેમ ન હોય. તેમણે તેમનાથી 12 વર્ષ નાના અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.

પરંતુ શું તમે એ જાણો છે કે, અમૃતા સિંહનો પહેલો પ્રેમ કે તેમની પહેલી પસંદ એ સૈફ ન હતા. અમૃતા એક અભિનેેતા માટે ખૂબ જ દીવાની હતી. તે કોઇ પણ સંજોગોમાં તેમના સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. પરંતુ તે અભિનેતાની સચ્ચાઇએ તેમનું દિલ તોડી દીધું હતું.

વર્ષ 1983માં ફિલ્મ બેતાબ સાથે અમૃતા સિંહે બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવુડ અભિનેતા સની દેઓલ હતા. અમૃતા સિંહે સની દેઓલ સાથે કામ કરીને બોલિવુડમાં તેની ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દર્શકોને પણ તેમની જોડી ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ બાદ પણ તેઓએ એક ફિલ્મ કરી હતી.

કહેવામાં આવે છે કે, સની દેઓલ સાથે બીજી ફિલ્મમાં કામ કરતા હતા તે સમયે જ તેમને સની દેઓલ ગમવા મંડ્યા હતા અને તેમનાથી પ્રેમ પણ થઇ ગયો હતો. અમૃતા સની દેઓલના પ્રેમમાં એટલા દીવાના થઇ ગયા હતા કે તેમની નક્કી કર્યુ કે તેઓ સની સાથે જ લગ્ન કરશે.

અમૃતાના સની સાથે લગ્ન કરવાના નિર્ણય પર તેમની માતા ખુશ ન હતી. અમૃતા જયારે પણ તેમની માતા સાથે સની સાથે લગ્નની વાત કરતા ત્યારે તેઓ ના કહી દેતા હતા.  એક દિવસ અમૃતા માતાની વાતથી પરેશાન થઇ ગઇ અને પોતે જઇને સનીને સામેથી લગ્નની વાત કહી. પરંતુ સનીએ તેમના જીવન સાથો જોડાયેલ એક વાત કહી જેનાથી અમૃતા અને તેમની માતાને ધક્કો લાગ્યો. તેમણે જણાવ્યુ કે, તેઓના પહેલાથી જ લગ્ન થઇ ચૂકેલા છે. આ વાતની અમૃતા પર ખૂબ અસર થઇ હતી.

સની દેઓલે આ વાત બધાથી એ માટે છૂપાવી રાખી હતી કારણ કે, તેમના પિતા ધર્મેંદ્રને એવું લાગતુ હતુ કે જો બધાને ખબર પડશે કે સનીના લગ્ન થઇ ગયા છે તો તેમની લોકપ્રિયતા ઓછી થઇ જશે. જયારે સનીએ બોલિવુડમાં એન્ટ્રી કરી ત્યારથી જ તેઓના લગ્ન થઇ ગયા હતા અને તેમની પત્નિ લંડનમાં રહેતી હતી.

વર્ષ 1992માં અમૃતાની મુલાકાત સૈફ અલી ખાન સાથે થઇ. બેખૂદી ફિલ્મના ફોટોશુટ દરમિયાન તેમની મુલાકાત થઇ હતી. તે બાદ તેઓ મળવા લાગ્યા. અમૃતા સૈફથી ઘણી મોટી હતી એટલા માટે તેઓના સંબંધની વાતને લઇને ખૂબ જ ખબરો સામે આવી હતી. બંનેએ બધી જ વાતોને પાછળ રાખીને લગ્ન કરી લીધા.

સૈફ અને અમૃતા લગ્નના ઘણા વર્ષો બાદ અલગ થઇ ગયા. એવું કહેવામાં આવે છે કે, તેમના લગ્ન તૂટવાનું કારણ એ હતુ કે, તે બંનેના સંબંધમાં પ્રેમ ખત્મ થઇ ગયો હતો.