Bollywood

લગ્નની પહેલી રાતે જ અક્ષય કુમારને ખબર પડી ગઈ હતી પત્ની ટ્વીન્કલની આ ચોંકાવનારી વાત, પોતે જ કર્યો ખુલાસો

વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરવા માટે જાણીતા એવા અભિનેતા અક્ષય કુમાર પોતાના અભિનય સિવાય પોતાની દરિયાદિલી અને વ્યક્તિગત જીવનને લીધી પણ ચર્ચામાં રહે છે. એવામાં હાલના સમયમાં અક્ષય અને પત્ની ટ્વીન્કલનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

અક્ષય એક સમયે પોતાની એક ફિલ્મના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. આ સમયે અક્ષયે કપિલ અને અન્ય કાસ્ટ સાથે ખુબ ધમાલ મસ્તી કરી હતી, શો માં ટ્વીન્કલ વિશેની એક ચોંકાવાનરી વાતનો પણ ખુલાસો કર્યો હતો, જેની જાણ અક્ષયને લગ્નની પહેલી રાતે જ થઇ ગઈ હતી.

શો ની જજ અર્ચના પૂરણ સિંહે અક્ષયને પૂછ્યું કે શું તું આલીશાન અને લગ્ઝરીયસ જીવન જીવે છે. તેના જવાબમાં અક્ષયે કહ્યું હતું કે તે અલીશાન જીવન નથી જીવતા. બીજો સવાલ અર્ચનાએ પૂછ્યો કે જ્યારે ટ્વીન્કલ સાથે ઝઘડો થાય ત્યારે કોણ જીતે છે? જવાબમાં અક્ષયે કહ્યું કે હંમેશા ટ્વીન્કલ જ જીતે છે.

અક્ષયે કહ્યું કે તેને લગ્નની પહેલી જ રાતે ખબર પડી ગઈ હતી કે તે ટ્વીન્કલ સાથેની લડાઈમાં તે ક્યારેય જીતી નહીં શકે. ઘણી અભિનેત્રીઓ સાથે રિલેશનમાં રહી ચૂકેલા અક્ષયની ટ્વીન્કલ સાથેની લવ સ્ટોરી પણ ખુબ જ દીલચસ્પ છે.

બંન્નેની પહેલી મુલાકાત એક ફોટોશૂટના સમયે થઇ હતી અને પહેલી જ વારમાં અક્ષયને ટ્વીન્કલ પસંદ આવી ગઈ હતી. ફિલ્મ ઇન્ટરનેશનલ ખિલાડીના શૂટિંગ અમયે બંને એકબીજાની નજીક આવી ગયા હતા. ટ્વીન્કલની ફિલ્મ મેલા રિલીઝના સમયે અક્ષયે તેને પ્રપોઝ કર્યું હતું.

જો કે ટ્વીન્કલે શર્ત રાખી હતી કે જો ફિલ્મ ફ્લોપ જશે તો તે અક્ષય સાથે લગ્ન કરી  લેશે,અને ફિલ્મ ફ્લોપ થઇ અને ટ્વિન્કલે અક્ષય સાથે લગ્ન કરી લીધા. હાલ બંનેની એક દીકરી નિતારા અને દીકરો આરવ છે.

અક્ષયની આવનારી ફિલ્મોની લિસ્ટ ખુબ લાંબી છે. અક્ષયની લિસ્ટમાં પૃથ્વીરાજ, સૂર્યવંશી, બેલ બૉટમ, બચ્ચન પાંડે, અતરંગી રે, રામ સેતુ જેવી ફિલ્મો શામિલ છે.