Bollywood

એશ્વર્યાએ કયારેક 14 વર્ષ મોટા તો કયારેક 9 વર્ષ નાના અભિનેતા સાથે કર્યો રોમાન્સ, આ ફિલ્મોમાં આપ્યા ઉપર ચડી ચડીને સીન

એશ્વર્યા રાયને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીમાં ગણવામાં આવે છે. લોકો આજે પણ તેની અદાના દીવાના છે. તેની અદાનો જાદુ આજે પણ લોકો ઉપર ચાલે છે. 1994માં મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરી ચુકેલી અભિનેત્રી એશ્વર્યાનું ફિલ્મી કરિયર ખુબ જ સારું રહ્યું છે. પોતાના કરિયરમાં તેને ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા કલાકારો સાથે પણ કામ કરી ચુકી છે. તેમાંથી કેટલાક એશ્વર્યાથી ઉંમરમાં ઘણા મોટા હતા અથવા ઘણા નાના હતા તેમ છતાં આ કલાકારો સાથે તેને બોલ્ડ અને ઇંટીમેટ સીન આપ્યા હતા.

રણબીર કપૂર:

2016માં આવેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં તેને પોતાનાથી 9 વર્ષ નાના રણબીર કપૂર સાથે કેટલાક ઇંટીમેટ સીન પણ આપ્યા હતા જેના કારણ બચ્ચન પરિવારે થોડા મનમોટાવ થઇ ગયા હતા. ફિલ્મમાં પહેલા એશ્વર્યાનું પાત્ર આવું ન હતું પણ એશ્વર્યાએ કરણ જોહરને આવા પાત્ર માટે મનાવ્યા હતા કે તેને પાત્રને સેંશૂઅલ બનાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે એશ્વર્યાને આ રોલ માટે અપ્રોચ કરવામાં આવી ત્યારે તેને લાગ્યું કે આ રોલ અધૂરો છે, અને તેને પાત્રને દબાવવામાં આવ્યું છે. એશ્વર્યાએ માંગ કરી કે સ્ક્રીપટ હજી બોલ્ડ હોવી જોઈએ. તેમની સલાહ પર જ ટીમે આ ફિલ્મમાં બોલ્ડ સીન ઉપર કામ કર્યું હતું.

એવું કહેવામાં આવે છે કે કરણ જોહરે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં અમિતાભ અને જ્યાંને બોલાવ્યા હતા પણ તેઓ ન હતા ગયા કેમકે આ ફિલ્મમાં તેની વહુના બોલ્ડ સીન હતા. તેના પછી એશ્વર્યાએ ધનતેરસ પર પોતાના પરિવાર માટે ઘરે જ એક સ્ક્રીનિંગ રાખી હતી પણ તેમાં પણ અમિતાભ અને જયા ન હતા આવ્યા.

રિતિક રોશન:

લગ્નના થોડા સમય પહેલા એશ્વર્યાએ પોતાનાથી એક વર્ષ નાના રિતિક રોશન સાથે 2006માં આવેલી ફિલ્મ ‘ધૂમ 2’માં કિસિંગ સીન આપ્યું હતું. આ સીન તે સમયે ખુબ જ વાયરલ થયું હતું. આ કિસિંગ સીનને લઈને બચ્ચન પરિવાર પણ ખુશ ન હતો. ઘણા ચાહકોએ પણ આ સીનનો વિરોધ કર્યો હતો.

મોહનલાલ:

મોહનલાલ મલયાલમ ફિલ્મના સુપર સ્ટાર છે. તેને વર્ષ 1997માં એશ્વર્યા સાથે તમિલ ફિલ્મ ઈરુવરમાં કામ કર્યું છે, અને આ ફિલ્મમાં એશ્વર્યા પોતાનાથી 13 વર્ષ મોટા અભિનેતા સાથે રોમાન્સ કરતી નજર આવી હતી.

મણિરત્નમની આ ફિલ્મથી ઐશ્વર્યાએ એકટિંગમાં ડેબ્યુ કર્યું હતું. તે સમયે એશ્વર્યાંની ઉંમર 24 વર્ષની હતી અને મોહનલાલની ઉંમર 37 વર્ષની હતી.

સંજય દત્ત:

2005માં આવેલી લીના યાદવની ફિલ્મ ‘શબ્દ’માં સંજય અને એશ્વર્યાના બોલ્ડ સીન ખુબ જ ચર્ચામાં છવાઈ ચુક્યા છે. તે પોતાનાથી 14 વર્ષ મોટા સંજય દત્ત સાથે રોમાન્સ કરતા જોવા મળી હતી. આ ફિલ્મના એક ગીતમાં બંને ખુબ જ નજીક બતાવવામાં આવ્યા હતા.

માર્ટિન હેંડરસન:

2004માં આવેલી ગુરિંદર ચઢ્ઢાની ફિલ્મ ‘બ્રાઇટ અંડ પ્રેજ્યુડીસ’માં એશ્વર્યા પોતાનાથી એક વર્ષ નાના ન્યુઝીલેન્ડ અભિનેતા માર્ટિન હેંડરસન સાથે ખુબ જ ઇંટીમેટ સીનમાં જોવા મળી હતી.