Gajab International

એવું એક અનોખું ગામ જેના દરેક ઘરમાં ગાડી અને બાઈકની જગ્યાએ ઉભું રહે છે પ્લેન, જુઓ તસવીરો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરની બહાર આલીશાન કાર ઉભી હોય કે પછી મોંઘીદાટ બાઈક પાર્ક થયેલી હોય. પરંતુ ઘણીવાર આ સપનાઓ પણ સાચા નથી પડતા ત્યારે આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જેના દરેક ઘરની સામે કાર અને બાઈક નહીં પરંતુ પ્લેન ઉભા રહે છે.

આ અનોખું ગામ આવેલું છે અમેરિકામાં. ખબરો પ્રમાણે આખી દુનિયાની અંદર 630 એરપાર્ક છે જેમાંથી 610 એકલા અમેરિકામાં જ છે. એક રિપોર્ટ પ્રમાણે દુનિયાનું પહેલું એરપાર્ક કેલિફોર્નિયાના ફ્રેસનોમાં બનાવવામાં આવ્યું હતું. તેનું નામ Sierra Sky Park રાખવામાં આવ્યું હતું.

ખબરો પ્રમાણે તેનું નિર્માણ 1946માં થયું હતું. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક એરપાર્ક કોલોની ખુબ જ વાયરલ થઇ રહી છે. એક ટિક્ટોક યુઝર્સ દ્વારા આ જગ્યાનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અને પછી આ સમગ્ર મામલો ઇન્ટરનેટ ઉપર છવાઈ ગયો હતો. વીડિયોની અંદર જોઈ શકાય છે કે આ વિસ્તારના દરેક ઘરની બહાર પ્લેન ઉભેલા દેખાય છે.

અમેરિકાની અંદર આ પ્રકારના ઘણા બધા એરપાર્ક છે. જેની પાછળ પણ એક ખુબ જ રોચક કહાની છે. ખબરો પ્રમાણે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાની અંદર પાયલોટોનો આંકડો ચાર લાખની ઉપર પહોંચી ગયો હતો.

એવામાં જયારે યુદ્ધ પૂર્ણ થયું તો ઘણા પ્લેન બેકાર થઇ ગયા. જેના કારણે અમેરિકા The Civil Aeronautics Administration દ્વારા આવાસીય કોલોની બનાવીને એરપાર્કનુ નિર્માણ કરી દેવામાં આવ્યું. જેના બાદ ખાલી થયેલા એરસ્ટ્રિપ્સમાં રિટાયર્ડ મિલિટ્રી પાયલોટ રહેવા લાગ્યા.

એરપાર્ક વાળી કોલોનીને ફલાઈ ઈન કમ્યુનીટીજના નામે ઓળખવામાં આવે છે. આ કોલોનીની સૌથી ખાસ વાત છે કે અહીંયા તમને દરેક ઘરની બહાર એક પ્લેન ઉભેલું જોવા મળશે. આ કોલોનીમાં દરેક ઘર એવી ખાસ રીતે બનાવવામાં આવ્યા છે કે જેની બહાર પ્લેનને ખુબ જ સરળતાથી ઉભું કરી શકાય છે.

તો આ કોલોનીની લંબાઈ અને પહોળાઈ પણ ખુબ જ વધારે રાખવામાં આવી છે. જેના કારણે પ્લેન પણ એકબીજા સાથે અથડાયા વિના જ ઉડાન ભરી શકે.