Bollywood

પ્રિયંકા ચોપરાથી ઐશ્વર્યા રાય સુધી, પોતાના ડ્રેસને લીધે ખુબ ટ્રોલ થઇ આ 10 અભિનેત્રીઓ

આ 10 હિરોઇનોએ ફેશનના નામ પર ફાટેલા કપડાં પહેર્યા, લોકો બોલ્યા કે આના કરતા તો ભિખારી સારા

બોલીવુડમાં કલાકારોને તેઓની ફેશન અને ડ્રેસિંગ સ્ટાઇલ માટે ખુબ જાણવામાં આવે છે. લોકો પણ તેઓની આ સ્ટાઇલ ફોલો કરતા રહે છે,પણ ઘણીવાર તેઓને પોતાની આ જ ફેશન દગો આપી દે છે અને આલોચનાનો શિકાર થવું પડે છે.

બોલીવુડમાં કલાકારોનું ટ્રોલ થવું જાણે કે સામાન્ય વાત બની ગઈ છે. એવામાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે એવો ડ્રેસ પહેર્યો હતો કે ભરી મહેફિલમાં ટ્રોલ થવું પડ્યું હતું. પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ પોતાના લગ્ન પહેલા પણ ચર્ચામાં રહેતા હતા. બંન્નેની તસ્વીરોને પણ સોશિયલ પર ખુબ પસંદ કરવામાં આવે છે. આગળના મહિને જ આ જોડીએ પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી

અને ત્યારે પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે આખરે શા માટે તેણે પોતાનાથી દસ વર્ષ નાના નિક જૉનસને ડેટ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રિયંકા-નિકે એકબીજાને વર્ષ 2017 માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જેના પછીના જ વર્ષે બંન્નેએ પોતાના પ્રેમને લગ્ન સાથે જોડવાનો નિર્ણય લીધો હતો.

1. દીપિકા પાદુકોણ:
દીપિકા પાદુકોણે ગ્રાજીયા મિલેનિયલ એવોર્ડ 2019 ના રેડ કાર્પેટ પર એંશી સ્ટુડિયોનો લીલા રંગનો બલૂન ડ્રેસ પહેરી રાખ્યો હતો, અને વૉક પણ કર્યું હતું. આ ડ્રેસમાં દીપિકા ખુબ મજાકનો પાત્ર બની ગઈ હતી. અમુક લોકોએ તો આ ડ્રેસને પેટ ધોભિ, ટીડ્ડી ડ્રેસ તો અમુકે કેપ્સિકમ નામ પણ આપ્યું હતું.

2. કિયારા અડવાણી:
કિયારા અડવાણીએ એટ્લીયર જુહરા દ્વારા ડિઝાઇન કરેલુ પીળા રંગનું ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. કિયારાનો આ ડ્રેસ મેગી નૂન્ડલ સાથે સરખાવીને તેની આલોચના કરવામાં આવી હતી.

3. ફાતિમા સના શેખ:
દંગલ ગર્લ ફાતિમા શના શેખને લોકોએ ઘણીવાર વધારે શો ઓફ ન કરવાની સલાહ આપી છે. બીચ પર લીધેલી તવસીર અને અરીસાની સામે લીધેલી સેલ્ફી પર દર્શકોએ તેની ખુબ આલોચના કરી હતી જેનો ફાતિમાએ પણ કરારો જવાબ આપ્યો હતો.

4. સારા અલી ખાન:
જો કે હંમેશા સારા ખાન સામાન્ય લુકમાં જોવા મળે છે પણ એક સમયે તેણે પહેરેલું પીળું ટોપ અને રિપ્ડ જીન્સએ તેને નિશાનો બનાવવામાં આવી હતી. એક યુઝરે તો પૂછી લીધું કે,”નવાબ હવે ગરીબ થઇ ગયા છે કે શું?”

5. ઐશ્વર્યા રાય બચ્ચન:
2019 કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ પહેરેલા ડ્રેસને લીધે તેનો ખુબ મજાક બનાવવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં ઐશે જીન-લુઇ સાબાજી કૉઉચરનું ગોલ્ડન ગાઉન પહેર્યું હતું જેના અવતારને લોકોએ ડરામણું અને વિચિત્ર પણ જણાવ્યું હતું.

6. પ્રિયંકા ચોપરા:
પ્રિયંકા ચોપરા હંમેશા ઇન્ટરનેટ પર પોતાના અનોખા અવતારને લીધે છવાયેલી રહે છે. તે ફેશન અને સ્ટાઇલ પર સૌથી વધારે ટ્રોલ થનારી અભિનેત્રીઓમાંની એક છે. Grammys 2020 અને MET Gala 2019 માં પ્રિયંકાએ આવો ડ્રેસ પહેરી રાખ્યો હતો, જેમાં તેનો ખુબ મજાક બનાવવામાં આવ્યો હતો.

7. અનુષ્કા શર્મા:
અનુષ્કા શર્માએ બીચ પર બિકીની પહેરેલી પોતાની તસવીરો શેર કરી હતી જેમાં તે આલોચનાનો શિકાર બની ગઈ હતી. અનુષ્કાની આ તસ્વીર પર મીમ્સ પણ બન્યા હતા.

8. અંકિતા લોખંડે:
ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપુતી પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે બોલીવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. અંકિતા પોતાની ગ્લેમમરસ તસ્વીરો ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે જેને લીધે તેને ઘણીવાર આલોચનાનું શિકાર થવું પડ્યું હતું.

9. નિયા શર્મા:
ટીવી જગતની નાગિન નિયા શર્મા એશિયાની સૌથી હોટ અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ છે. સફેદ આઉટફિટની સાથે કરાવેલા ફોટોશૂટ પર નિયાની ખુબ આલોચના કરવામાં આવી હતી.

10. વાણી કપૂર:
વાણી કપૂર હંમેશા પોતાના બોલ્ડ અંદાજની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે, જેને લીધે તેને ઘણીવાર આલોચનાનો શિકાર થવું પડ્યું હતું.