International

81 વર્ષની મહિલાએ 35 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન, હવે આ કારણથી છે પરેશાન

અજબ પ્રેમની ગજબ કહાની, 81 વર્ષની ડોશીએ જુવાન મર્દ જોડે કર્યા લગ્ન હવે બરાબરની પછતાઈ રહી છે કારણકે…

એવું કહેવાય છે કે, પ્રેમની કોઇ ઉંમર હોતી નથી. કોઇને કયા, કયારે પ્રેમ થઇ જાય તે ખબર જ હોતી નથી. જો કે, કયારેક પ્રેમ જીવન ખુશીઓથી ભરી દે છે અને કયારેક મુસીબત આવી જાય છે. બ્રિટનમાં રહેતી મહિલા સાથે પણ આવું જ કંઇક બન્યું છે. 81 વર્ષની મહિલાએ 35 વર્ષના યુવક સાથે લગ્ન તો કરી લીધા પરંતુ તેમના જીવનમાં મુસીબત આવી ગઇ છે. આવો જાણો શું છે એ પરેશાની…

તમને જણાવી દઇએ કે, 81 વર્ષની બ્રિટીશ મહિલા આઇરીશ જોનસે તેનાથી 46 વર્ષ નાના અને 35 વર્ષિય યુવક મોહમ્મદ સાથે લગ્ન કર્યા હતા. આ યુવક ઇજિપ્તનો રહેવાસી છે. લગ્નના થોડા સમય બાદ આ કપલ સામે ખૂબ જ મોટી પરેશાની ઉભી થઇ છે.

મહિલાના પતિને બ્રિટેન આવવા માટે વિઝા મળવામાં મોડુ થઇ રહ્યું છે. હવે આ વાતનો 81 વર્ષિય મહિલાને છે કે, તેમની ઉંમર વધારે છે અને વધુ ઉંમર હોવાને કારણે તેમના પતિને મળ્યા વગર જ તેમની MOT ના થઇ જાય. આ મહિલા પોતે જઇને ત્યાં રહી શકતી નથી કારણ કે ત્યાંનું મોસમ તેમના સ્વાસ્થ્યને અનૂકુળ નહિ આવે.

ડેઇલી મેલના રીપોર્ટ અનુસાર, બ્રિટેનના વેસ્ટનના રહેવાસી જોન્સે તેમનાથી 46 વર્ષ નાના યુવક મોહમ્મદને ફેસબુક પર મળ્યા હતા. તે બાદ તેઓએ ઇજિપ્ત જઇને મોહમ્મ સાથે નવેમ્બરમાં લગ્ન કરી લીધા હતા.