National

આ 5 કલાકારો ફિલ્મોમાં રહ્યા ફ્લોપ, કઈ ઉખાડયુ નહિ પરંતુ બિઝનેસમાં છે અવ્વલ, જાણો તેમની કમાણી વિશે

ફિલ્મોમાં ના ચાલ્યા આ 5 સેલિબ્રિટી પણ ધંધામાં મોટું તીર મારી લીધું, રસપ્રદ લેખ

ફિલ્મી દુનિયામાં ઘણા સિતારાઓ આવ્યા અને ચાલ્યા ગયા. ઘણા એવા કલાકારો પણ રહ્યા જેમનો શરૂઆતનો સમય ખુબ જ સારો રહ્યો પરંતુ પછીના સમયમાં તે સતત ફ્લોપ રહ્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી જ કોમ્પિટિશન છે ત્યાં ટકી રહેવું ઘણું જ મુશ્કેલ પણ છે. પરંતુ ઘણા કલાકારો એવા છે જેઓ માત્ર પોતાના અભિનય ઉપર નિર્ભર ના રહેતા બિઝનેસમાં પણ હાથ આજમાવ્યો અને એક સફળ બિઝનેસમેન પણ બન્યા. ચાલો આજે એવા 5 સિતારાઓ અને તેમની કમાણી જોઈએ જેઓ ફિલ્મોમાં તો ફ્લોપ રહ્યા પરંતુ બિઝનેસમાં તેમનો એક્કો ચાલી ગયો.

1. ટ્વીન્કલ ખન્ના: અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના ફિલ્મોમાં શરૂઆતમાં ખુબ જ સફળ રહી પરંતુ સમય જતા તેની ફિલ્મો પણ ફ્લોપ રહેવા લાગી. પરંતુ આજે તે એક બિઝનેસ વુમન તરીકે જરૂર ઓળખાય છે. સાથે જ તેને ત્રણ પુસ્તકો પણ લખ્યા. આ ઉપરાંત તે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. મુંબઈની અંદર તેના બે ઇન્ટિરિયર ડિઝાઈનર સ્ટોર પણ ચાલે છે. આ સાથે જ તે ટ્વિક ઇન્ડિયા નામની ડીઝીટલ મીડિયા કંપનીની પણ ઓનર છે. આ બધામાંથી તે કરોડોની આવક મેળવે છે.

2. પ્રીતિ ઝિન્ટા: અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ બોલીવુડમાં ઘણી જ નામના મેળવી છે. પરંતુ લગ્ન બાદ તે ફિલ્મોથી દૂર થઇ ગઈ. હાલમાં લોકો પ્રીતિને અભિનેત્રી નહીં પરંતુ એક સફળ બિઝનેસ વુમન તરીકે ઓળખે છે. તે આઇપીએલના કિંગ ઇલેવન પંજાબની ઓનર છે. આ ઉપરાંત વર્ષ 2017માં તેને દક્ષિણ આફ્રિકાની ટી 20 ગ્લોબલ લીગની ફ્રેન્ચાઈજી પણ ખરીદી રાખી છે. તે એક ફિલ્મ નિર્દેશક અને ટેલિવિઝન હોસ્ટ બનીને પણ ઉભરી છે. ટીવીની જાહેરાતો માટે પણ તે ઓછામાં ઓછા એકથી દોઢ કરોડ લે છે.

3. અર્જુન રામપાલ: અભિનેતા અર્જુન રામપાલનું પણ બોલીવુડમાં સારું નામ છે. પરંતુ ફિલ્મોમાં તેને જોઈએ એવી સફળતા નથી મળી. હાલમાં તે ફિલ્મોમાં નજર નથી આવી રહ્યો પરંતુ તેની કમાણી માત્ર ફિલ્મો સુધી જ સીમિત નથી રહી પરંતુ તે LAP નામના દિલ્હી નાઈટ ક્લ્બનો માલિક છે. આ ક્લ્બમાંથી તે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

4. અભિષેક બચ્ચન:બોલીવુડના શેહનશાહ અમિતાભ બચ્ચનને જેટલી સફળતા ફિલ્મોમાં મળી છે તેટલી સફળતા આજ સુધી બીજા કોઈ અભિનેતાને નથી મળી, પરંતુ તેમનો દીકરો અભિષેક બચ્ચન ફિલ્મોમાં નિષ્ફળ રહ્યો. થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ “બ્રીથ-2″માં તે નજર આવ્યો હતો. આ વેબ સીરીઝને તેને પ્રોડ્યુસ પણ કરી છે. આ ઉપરાંત તે “જયપુર પિન્ક પેન્થર” કબ્બડી ટીમ અને “ચેન્નઈયિન એફસી” ફૂટબોલ ટીમનો માલિક પણ છે. તેની કમાણી પણ લાખો રૂપિયામાં છે.

5. મલાઈકા અરોરા: સલમાન ખાનની એક્સ ભાભી મલાઈકા અરોરાનું ફિલ્મો કેરિયર તો એટલું સારું ના રહ્યું, છતાં પણ તે નામના મેળવવામાં ખુબ જ આગળ છે. તેનું ફેન ફોલોઇંગ પણ ઘણું જ મોટું છે. મલાઈકાના બિઝનેસની વાત કરીએ તો ફિલ્મો ઉપરાંત “ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ” જેવા મોટા રિયાલિટી શોમાં તે જજ તરીકે એક એપિસોડના લાખો રૂપિયા વસુલે છે.

આ ઉપરાંત બિપાસા બાસુ અને સુજૈન ખાન સાથે “ધ લેબલ લાઈફ”નામની ઈ કોમર્સ સાઈટ ઉપર પણ કામ કરે છે. મલાઈકા પણ મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.