Gajab

ડિઝાઇનના નામ ઉપર દિમાગનું દહીં કરવા વાળા આ 20 કલાકારોને પણ કઈ ઇનામ તો આપવું જ જોઈએ, જુઓ તસવીરો

ઘણા લોકો કંઈક નવું કરવાના ચક્કરમાં એવું બનાવી બેસે છે જેને જોઈને કોઈના પણ દિમાગનું દહીં બની જાય. સોશિયલ મીડિયા ઉપર આવી ઘણી તસવીરો વાયરલ થતી હોય છે. આજે અમે તમને એવી જ કેટલીક તસવીરો બતાવીશું જેને જોઈને તમારું મગજ પણ ચકરાવે ચઢી જશે. અને તમને પણ થશે કે આ લોકોને કોઈ ઇનામ આપીને શાંત કરી દેવા જોઈએ.

 

1. આવું ટોયલેટ તમને ગમે ?
આ તસ્વીર જોઈને તમે પણ આ કારીગરને પહેલા તો સલામ કરવાનું મન થાય કે તેને કેટલું સુંદર ટોયલેટ છે પણ જયારે તમે તેનો વપરાશ કરશો પછી તેને જોવાનું તમને ગમશે ???

2. દિમાગનો સાચો ઉપયોગ:
ઘણા લોકોને આપણે જોઈએ ત્યારે એમ થાય કે દિમાગનો સાચો ઉપયોગ તો આ લોકો જ કરતા હોય છે. આવું જ કઈ આ તસ્વીરમાં તમને જોવા મળશે.

3. શું વિચાર્યું હતું અને શું આવ્યું?
આવો અનુભવ તો ઘણા લોકોને થયો હશે કે આપણે ઓનલાઇન ખરીદી કરીએ ત્યારે મંગાવીએ શું અને આવે કંઈક અલગ જ.

4. લાગે છે આ ભાઈનું બજેટ ઓછું છે:
આ તસ્વીર જોઈને તમે કાંતો આ બનાવાનારને ગાળો બોલશો કે પછી જેને આઈડિયા આપ્યો હશે એને.

5. આ ભાઈએ શું જોઈને બનાવ્યું હશે આ:
ઘણા લોકો તો પોતાની બુદ્ધિ બહારનું જ કામ કરતા હોય છે. તેનો એક નમૂનો તમને આ તસ્વીરમાં જોવા મળી જશે.

6. શું દિમાગ છે?:
આપણે કપડાં ટીંગાળવા માટે હેંગરનો ઉપયોગ કરીએ, પરંતુ આ ભાઈએ તો બલ્બ જ લગાવી દીધા. આ બુદ્ધિશાળીને એક એવોર્ડ તો આપવો જ પડે.

7. આને પડદા કેમ લગાવ્યા?
પડદા હંમેશા બારી કે દરવાજા પાસે લગાવવામાં આવે છે, પણ આ ભાઈ જુઓ ખાલી દીવાલ ઉપર પડદાં લગાવીને બેઠો છે, છે કઈ બુદ્ધિ જેવું આનામાં ?

8. બોલો હવે ક્યાં બેસવાનું?
જાહેર સ્થળો ઉપર બેન્ચ બેસવા માટે બનાવવામાં આવે છે. પણ આ તસ્વીરમાં જોઈને તમે જ કહો કે ક્યાં બેસવું ?

9. નાની જગ્યાનો સદુપયોગ:
જગ્યા નાની છે પણ આ બનાવનારા ભાઈના શોખ ઊંચા લાગી રહ્યા છે. એટલે જ એને નાની જગ્યામાં આ બનાવી દીધું છે.

10. કઈ કહેવું છે તમારે?:
આ તસ્વીર જોઈને કઈ કહેવાનું બાકી નથી રહેતું. બનાવનારને 21 તોપોની સલામી આપવાનું મન ચોક્કસ થઇ જાય.

11. છે ને બાકી જોરદાર કારીગર:
આવા કારીગરો દુનિયાના ક્યાં ખૂણામાં છુપાયેલા છે એ ખબર નથી પણ તેમની કારીગરી જરૂર વાયરલ થઇ જાય છે એનો જ આ એક નમૂનો છે.

12. હવે આને ખોલવું કેમનું?
પતિના કહેવા પ્રમાણે આ બનાવનારે  બનાવી તો નાખ્યું પણ હવે જયારે પત્ની રસોડામાં પગ મુકશે ત્યારે પતિની ખેર નથી એ તો નક્કી છે.

13. છે ને બાકી નવાબ:
પહેલા તો આ તસ્વીર જોઈને તમને એમ થશે કે આમ વળી શું છે ? પણ ધ્યાનથી જુઓ નળ ઉપર લાગેલા ફ્લશને. તમારી જાતે જ સમજી જશો આ ભાઈની નવાબી.

14. હજુ થોડો ઉપર રાખવાનો હતો દરવાજો નહીં ?
ઘરનો દરવાજો ઊંચો હોય તો પગથિયાં હોય, પણ આ જેને બનાવ્યો હશે એને શું વિચાર્યું હશે એ કઈ ખબર જ નથી પડતી.

15. આ જોઈને આંખોનો ટેસ્ટ જરૂર થઇ જશે:
આ તસ્વીરમાં આમ તો કઈ ખાસ નથી દેખાતું પણ એકધાર્યું જોઈ રહેશો તો તમારી આંખો ચકરડી ભમરડી જરૂર ફરી જશે.

16. હસવું આવશે આ જોઈને:
ઘણી તસવીરો એવી હોય છે તે જોઈને કઈ બોલવાનું નહિ પણ ફક્ત હસવાનું જ મન થાય. આ પણ એવી જ તસ્વીર છે.

17. આવું ઘર તમે બનાવશો:
કોન્ટ્રાકટર આ ઘર બનાવીને ફરાર થઇ ગયો છે અને ઘર માલિકે હવે કામ ચલાઉ ઉપાય શોધી લીધો હોય તેમ લાગે છે.

18. આ માનવું પડે હો:
આ ભાઈએ શું ઘરની સુરક્ષા રાખી છે. અને સાથે બોર્ડ પણ કેટલું બહાદુરી ભરેલું માર્યું. હવે આમની વાત તો માનવી જ પડે હો.

19. કોઈ કહેશે અંદર કેવી રીતે જવાનું:
મોટાભાગે દુકાન અને હોટલના દરવાજા ઉપર પુલ અને પુશના બોર્ડ મારેલા હોય છે. પણ આ ભાઈએ કાં બોર્ડ ઊંધું લગાવ્યું કે પછી દરવાજો.

20. ભૂલ ભુલૈયા છે કે લિફ્ટ?:
સહેજ વાર માટે વિચારી લો કે તમારે આ લિફ્ટ વળી બિલ્ડિંગમાં કોઈના ઘરે જવાનું છે તો તમે શું કરો ???