National

બે પુરુષથી એકસાથે ગર્ભવતી થઇ મહિલા, બંનેના એક-એક બાળકનો જન્મ પછી જે થયું તે

એક મહિલા એક જ સમયમાં બે પુરુષોથી ગર્ભવતી થઇ ગઈ. જો કે તેઓએ આવું કોઈ પ્લાનિંગ સાથે કર્યુ ન હતું પણ પતિને દગો આપીને અન્ય પુરુષ સાથે મહિલાએ સંબંધ બાંધ્યા હતા. આ પુરી ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલા જુડવા બાળકોની માં બની, બન્ને બાળકોનો ચહેરો અલગ અલગ હતો. મહિલાના પતિને બાળકનું અલગ રૂપ જોઈને નવાઈ લાગી, તેના પછી આ મહિલાના બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવામાં આવ્યો.

ડીએનએ ટેસ્ટને લીધે મહિલાએ પુરી હકીકત સામે રાખી દીધી. તેને સ્વીકાર કરી લીધો કે તેણે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધ્યા હતા. જો કે, હકીકત જાણ્યા પહેલા મહિલાનો પતિ તેને વારંવાર સવાલો કરી રહ્યો  હતો. જણાવી દઈએ કે અલગ અલગ પુરુષથી ગર્ભવતી હોવાની ઘટના ખુબ જ ભાગ્યે જ થાય છે.

આ પુરી ઘટના ચીનના જીઆમેન શહેરની છે. ડેલી મેલ એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે આ જોડી બાળકના જન્મનું રજીસ્ટ્રેશન કરાવવા માટે પહોંચ્યા તો પુરી કહાનીનો ખુલાસો થયો. જન્મના રજીસ્ટ્રેશનને પૂરું કરવા માટે તેઓને પૈંટર્નીટી ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. ડીએનએ ટેસ્ટથી ખુલાસો થયો કે આ મહિલાના બંને બાળકોના બાપ અલગ-અલગ છે.

ફુજીઆન ઝેન્ગતઈ ફોરેન્સિક આઇડેન્ટિફિકેશન સેન્ટરના ડાયરેક્ટર એ કહ્યું કે ડીએનએ રિઝલ્ટથી ખબર પડી કે એક બાળકનું પોતાના પિતા સાથે બાયોલોજીકલ રિલેશનશિપ સ્થાપિત ન થઈ.  ડાયરેક્ટરે કહ્યું કે ડીઅનેએ રિઝલ્ટ આવ્યા પછી પતિ ખુબ જ ગુસ્સામાં હતો અને પત્નીથી સાચું જાણવા માગતો હતો.

શરૂઆતમાં પત્ની આવા કોઈપણ પ્રકારના રિલેશન હોવાની મનાઈ કરી હતી અને ખોટા રિપોર્ટ માટે આરોપ લગાવવા લાગી. પણ પતિએ પત્નીને વધારે પૂછતાછ કરી. જેના પછી મહિલાએ સ્વીકાર કરી લીધું કે તેણે કોઈ અન્ય સાથે રિલેશન બનાવ્યા હતા. પિતાએ કહ્યું કે તે આ અન્ય પુરુષના બાળકને સંભાળશે નહીં. જણાવી દઈએ કે એક દિવસની અંદર જ બીજા પુરુષ સાથે સંબંધ બનાવવા પર બીજી વાર ગર્ભધારણ શક્ય થઇ શકે છે, પણ આવું ભાગ્યે જ બને છે.