News

ક્યારેય દારૂના ગ્લાસને હાથ પણ નથી લગાડ્યો મુકેશ અંબાણીએ, આ ગુજરાતીની 10 પર્સનલ વાતો જાણો

દેશના જ નહિ દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિઓમાં એક નામ આવે મુકેશ અંબાણીનું ત્યારે એક ગુજરાતી તરીકે આપણને પણ તેમના ઉપર ગર્વ ચોક્કસ થાય, મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 ધનિકોમાં તો એક નામ ધરાવે છે જ છે પરંતુ તેમની જીવન શૈલીથી પણ ઘણા લોકો પ્રભાવિત છે, બિઝનેસમાં અને સામાન્ય જીવનમાં પણ ઘણા લોકો તેમને આદર્શ માને છે. જેની પાછળ કેટલાક કારણો છો. તેમના જીવન સાથે જોડાયેલી આ 12 વાતો તમને મુકેશ અંબાણીને નજીકથી ઓળખવામાં મદદગાર બનશે.


મુકેશ અંબાણીનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો, પિતા ધીરુભાઈ અંબાણીએ મુંબઈ આવીને ધંધાની શરૂઆત કરી હતી, ત્યારે તેઓ મુંબઈના ભુલેશ્વરમાં 2 બેડરૂમ વાળા એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. મુકેશ અંબાણી પોતાના યુવાનીના દિવસોમાં મુસાફરી કરવા માટે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હતા, તેમને પોકેટમની પણ ખુબ જ ઓછી મળતી હતી.

મુકેશ અંબાણીને બાળપણમાં હોકી રમવાનો ખુબ જ શોખ હતો જેના કારણે તેમનું ભણવામાં પણ મન નહોતું લાગતું. ઘણા લોકોને આ વાતની ખબર નહીં હોય કે દેશના બીજા અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રા અને મુકેશ અંબાણી એક જ શાળામાં ભણતા હતા. અને તમેન વિચારો પણ માલ્ટા આવતા હતા જેના કારણે આજે વિશ્વકક્ષાએ આ બિઝ્નેસમેનોએ નામના કેળવી છે.


આપણે ઘણા લોકોમાં જોયું છે કે પૈસાની સાથે વ્યસન પણ આવી જાય છે પરંતુ મુકેશ અંબાણી નિર્વ્યસની છે. તેમને આજ સુધી હાથ પણ નથી લાગવ્યો, તેમજ તે એક ગુજરાતી હોવાના કારણે શુદ્ધ શાકાહારી પણ છે, તેમને ભાવતું ભોજન દાળ. ભાત અને રોટલી છે.

મુકેશ અંબાણીએ કેલિફોર્નિયાની સ્ટેઇનફોર્ડ યુનિવર્સીટીમાં પોતાનો એમબીઓનો અભયસ 1980માં અધૂરો મૂકી દીધો હતો કારણ કે તેમના પિતા ધીરુભાઈ અંબાણીના પોલીસ્ટર ફિલોમેન્ટ યાર્ન પ્રોજેક્ટમાં તે કામ કરવા માંગતા હતા.

મુકેશ અંબાણી આમ સાદું જીવન જીવે છે પરંતુ તેમને કારનો ઘણો શોખ છે જેના કારણે તેમની પાસે 168 જેટલી કાર છે. આ કારમાં સામાન્ય કારથી લઈને લાખો કરોડોની કિંમતની લક્ઝુરિયસ કાર પણ સામેલ છે.


મુકેશ અંબાણી મુંબઈ સ્થિત જે ઘરમાં રહે છે એ ઘર એન્ટિલિયા દુનિયાનું સાથી મોંઘી રહેવાસી પ્રોપર્ટી ડવરાવતું ઘર છે આ વિશાલ મકાનની અંદર 27 માલ ઉપરાંત કામ કરવા માટે 600 લોકોનો સ્ટાફ છે. મુકેશ અંબાણી દુનિયાના કદાવર બિઝનેસમેનમાં એક છે અને


તેના કારણે જ તેમની પાસે Z સિક્યોરિટી પણ છે. તે હંમેશા સાદાઈમાં જીવન વિતાવે છે અને તેમને બ્રાન્ડેડ કપડાનો પણ શોખ નથી, તે મોટાભાગે સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જ જોવા મળે છે.

મુકેશ અંબાણીના પત્ની અને બાળકો ખુબ જ શોખીન છે પરંતુ મુકેશ અંબાણી એટલા શોખીન નથી, તેમને તો પોતાનો જન્મ દિવસ ઉજવવો પણ પસંદ નથી, પોતાનો 50મોં જન્મ દિવસ પણ તેમને પરિવારમાં દબાણમાં આવીને ઉજવ્યો હતો.


મુકેશ અંબાણીના ઘરમાં વિવિધ ધરામિક પ્રસંગો પણ યોજાય છે, ગુજરાતી તહેવારોની ઉજવણી પણ તેમના ઘર એન્ટેલિયામાં થતી જોવા મળે છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ વર્ષ 2017ના રિપોર્ટ પ્રમાણે ભારતના કુલ રેવન્યુ ટેક્સમાં 5% આપે છે. 2017માં જ તેમની આ કંપનીની કિંમત 110 બોલિયાં ડોલર હતી.

મુકેશ અમબની પાસે પોતાની એક વેનિટી વેન પણ છે જેને કસ્ટમાઈઝડ કરવામાં આવી છે અને આ વેન માટે તેમને 25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.