Life style

આવો મળીએ, ભારતના 10 એવા ક્રિકેટરોને કે જેઓ શુદ્ધ શાકાહારી છે- નોન-વેજથી રહે છે દૂર

આ 10 ક્રિકેટર માંસ- મચ્છીને અડતા પણ નથી એટલા સંસ્કારી છે, જુઓ

રમતના મેદાનમાં સારું પ્રદર્શન કરવા અને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે દરેક ખેલાડીને સારા આહારની જરૂર હોય છે. આ ખોરાકમાં બધા પોશાક તત્વો હોય, જે બોડીને ભરપૂર ઉર્જા આપે. તમે જાણો છો કે માંસાહારી વસ્તુઓમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તેમ છતાં પણ કેટલાક એવા ખેલાડી છે જેમને આજ સુધી ક્યારેય નોન વેજ ખાધું નથી.

આજે અમે તમને ક્રિકેટ જગતના કેટલાક એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છે જે શુદ્ધ શાકાહારી છે અને માંસ કે માંસની વસ્તુઓનો ઉપયોગ ક્યારેય કરતા નથી. આ હોવા છતાં, તેઓ તેમની તંદુરસ્તી જાળવી રાખે છે અને તેમની રમતમાં કોઈ ઉણપ થવા દેતા નથી. આ ખેલાડીઓએ સાબિત કર્યું છે કે સારી તંદુરસ્તી મેળવવા માટે માંસાહારી વસ્તુઓ ખાવી જરૂરી નથી. તો ચાલો જોઈએ ક્યાં ક્યાં ખેલાડી છે.

1. અનિલ કુંબલે:
ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલે તેમની કારકિર્દી દરમિયાન એક મહાન સ્પિનર રહ્યા છે. તેઓએ ઘણી બધી વિકેટો પણ લીધી છે. સ્પિન બોલર અનિલ કુંબલે વર્ષોથી ક્રિકેટ રમતા હતા અને તેમને ફિટ રહેવા માટે કયારેય નોનવેજનો ઉપયોગ નથી કર્યો. તેઓ શુદ્ધ શાકાહારી છે.

2. ગૌતમ ગંભીર:
ગૌતમ ગંભીર ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ગયા છે, પરંતુ જ્યારે તે મેદાનમાં બેટીંગ માટે ઉતરે છે તો તેમને આઉટ કરવા ખુબ જ મુશ્કેલ હતા. ગૌતમ ગંભીર ક્યારેય પણ ખોરાકમાં નોન-વેજ વસ્તુઓનો ઉપયોગ કર્યો નથી. ગૌતમ ગંભીર એક શાકાહારી ખેલાડી રહ્યો છે. હવે તે સાંસદ પણ બની ગયો છે. તેમણે પૂર્વ દિલ્હીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી છે.

3. રોહિત શર્મા:
રોહિત શર્મા, જે હાલના સૌથી સફળ બેટ્સમેન છે. તેની ફિટનેસ જાળવવા માટે ફક્ત શાકાહારી વસ્તુઓ ખાય છે. રોહિત શર્માએ તેની રમતથી આખું ક્રિકેટ જગતને પ્રભાવિત કર્યું છે. રોહિત શર્મા બ્રાહ્મણ પરિવારના છે. આ પણ એક કારણ છે કે તે માંસાહારી વસ્તુઓથી દૂર રહે છે.

4. વીરેન્દ્ર સહેવાગ:
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ એક મજબૂત ખેલાડી રહ્યા છે. તેમની રમતમાં તેમને સશક્ત શરીરની મોટી ભૂમિકા હતી. વિરેન્દ્ર સેહવાગ શુદ્ધ શાકાહારી ખેલાડી રહ્યો છે. સેહવાગ જાટ પરિવાર સાથે સંબંધિત હોવા છતાં તેમણે ક્યારેય નોનવેજને હાથ પણ નથી લગાવ્યો. વીરૂને દૂધ પીવાનો ખૂબ શોખ છે.

5. ઇશાંત શર્મા:
ફાસ્ટ બોલર ઇશાંત શર્માની હાઈટ બહુ જ વધારે છે. ઇશાંતની ઊંચાઈ 6.3 ફૂટ છે. ઇશાંત શર્મા હવે મોટે ભાગે ફક્ત ટેસ્ટ મેચોમાં જ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તેઓ તેમની તંદુરસ્તી જાળવવા માટે શુદ્ધ શાકાહારી ખોરાક લે છે અને તેનો નોન-વેજ સાથે કોઈ સંબંધ નથી.

6. સુરેશ રૈના:
હાલમાં ઘણા સમયથી ક્રિકેટથી દૂર રહેલ સુરેશ રૈનાની તંદુરસ્તીનું રહસ્ય શુદ્ધ શાકાહારી ભોજન છે. સુરેશ રૈના કાશ્મીરી પંડિત પરિવારનો છે. તેઓ માંસાહારી વસ્તુઓથી દૂર જ રહે છે એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે તેઓ ઝાડ અને છોડવામાંથી મળતી વસ્તુઓનો જ ઉપયોગ કરે છે.

7. ચેતેશ્વર પૂજારા:
ટેસ્ટ ક્રિકેટમાં વર્ચસ્વ ધરાવતા ચેતેશ્વર પૂજારા ખૂબ જ શાંત વ્યક્તિ છે. ચેતેશ્વર પૂજારા ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે અને ભગવાનમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. પૂજારા માંસાહારી ભોજનને હાથ પણ નથી લગાવતા.

8. આર. અશ્વિન:
ભારતીય ક્રિકેટ ટીમના હાલના સ્પિન બોલર આર અશ્વિન તમિલનાડુના છે. તમિલનાડુમાં માંસાહારી લોકોની કમી નથી. પરંતુ આર અશ્વિન શુદ્ધ શાકાહારી ખેલાડી છે. રવિ અશ્વિનને ધર્મ પ્રત્યે પ્રબળ વિશ્વાસ છે, જે હંમેશા શુદ્ધ શાકાહારી ખોરાક લેવાનું પસંદ કરે છે અને તેથી જ તે તેની તંદુરસ્તી પર કામ કરે છે.

9. ભુવનેશ્વર કુમાર:
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર મેરઠના એક પરિવારના છે જે સંપૂર્ણ શાકાહારી છે. ભુવનેશ્વર કુમાર અને તેના પરિવારના સભ્યો નોન-વેજ ખાતા નથી. ભુવનેશ્વરની આહાર યોજનામાં ફક્ત શાકાહારી વસ્તુઓનો સમાવેશ થાય છે.

10. મનીષ પાંડે:
ભારતીય ક્રિકેટ ટીમના યુવા પ્રતિભાશાળી બેટ્સમેન મનીષ પાંડે ભારતીય ટીમમા અંદર બહાર થતા હોય છે. પરંતુ તેઓ રમતગમતમાં તંદુરસ્તી જાળવવા શાકાહારી ખોરાક જ લે છે. મનીષ પાંડે કર્ણાટકના પંડિત પરિવારનો છે, જે શુદ્ધ શાકાહારી ખેલાડી છે. તેઓએ ક્યારેય નોન-વેજ ફૂડનો ઉપયોગ કર્યો નથી.