Breaking News

પેટ ના ગેસ ના 10 ઘરેલુ ઈલાજ – Stomach Gas Problem Remedies ટિપ્સ વાંચો અને બધા જોડે શેર કરો

પાચન ક્રિયા(ડાઈજેસ્ટિવ પ્રોસેસ) દરમ્યાન પેટ માં ગેસ બનવો એક સામાન્ય પ્રક્રિયા છે અને પ્રત્યેક હેલ્ધી વ્યક્તિ ને દિવસ માં લગભગ 10 વખત ગેસ તો નીકળે જ છે. પરંતુ જ્યારે પેટ માં વધુપડતો ગેસ બનવા લાગે છે અને જો તે ઠીક રીતે બહાર ન નીકળી શકે તો વ્યક્તિ ના સ્વાસ્થ્ય પર તેનો ઉલટો પ્રભાવ પડવા લાગે છે. તેનેજ પેટ ના ગેસ ની સમસ્યા કહેવાય છે. પેટ માં ગેસ ત્યારે બને છે જ્યારે બેક્ટેરિયા ભોજન ના કાર્બોહાઇડ્રેટ ને ફેર્મેન્ટ(ફેર્મેન્ટ) કરે છે. કાર્બોહાઇડ્રેટ સામાન્ય રીતે હાઈ ફાઇબર યુક્ત ખાધપદાર્થ જેવાકે ફળ, શાકભાજી, અનાજ, કઠોળ અને વટાણા માં મળે છે. તેથી જો તમે હાઈ ફાઇબર યુક્ત ફૂડસ નુ સેવન અધિક કરતા તમને પેટ ના ગેસ ની સમસ્યા થઈ શકે છે. પેટ માં ગેસ વધવાના અન્ય કારણ છે –
વધુ પડતુ પાણી નુ સેવન, ભોજન ઠીક થી ચાવીને ન ખાવુ, તળેલ-પલાળેલુ અને વધુપડતુ તૈલી પદાર્થો નુ સેવન, તણાવ કે ડિપ્રેશન માં રહેવુ, પેટ કે આંતરડામાં ઇન્ફેકશન હોવુ, પાચનતંત્ર માં ગડબડ હોવુ, અનિયમિત ખાનપાન અને દિનચર્યા, આર્ટિફિશિયલ એડિક્ટિવ(atrificial additives) નુ સેવન અને કબજિયાત ની સમસ્યા થવી.

તેના સિવાય કોઈ મેડિકલ કન્ડિશન જેવીકે lactose કે gluten intolerant અને chronic intestinal condition જેમકે irritable bowel syndrome કે inflammatory bowel disease હોવાને લીધે પણ પેટ માં ગેસ થઈ શકે છે. પેટ માં ગેસ થવાના લક્ષણ નિમ્ન છે – પેટ ફૂલવુ, ખાટો ઓડકાર કે શ્વાસ માં દુર્ગંધ આવવી, ભૂખ ઓછી લાગવી, પેટ માં તેજ આહાન થવી અને જીભ પર એક જાડુ પડ બની જવુ. જ્યારે પેટ માં વધુપડતો ગેસ બને છે તો તમારુ શરીર ઠીક થી બહાર નથી કાઢી શકતુ, જેથી પેટમાં દુખાવો અને એસીડીટી ની સમસ્યા પણ થઈ શકે છે. સૌભાગ્ય થી આ સમસ્યા નો ઈલાજ ખૂબજ સરળ છે અને થોડા ઘરેલુ નુસખા અપનાવીને તમે આ સમસ્યા થી સરળતા થી છુટકારો મેળવી શકો છો.

અહીં પેટના ગેસ માટે 10 સૌથી કારગર ઘરેલુ નુસખા જણાવવા માં આવ્યા છે –
1. પીળી સરસવ (Yellow Mustard) પીળી સરસવ ગેસ ના ઈલાજ માં સૌથી કારગર ખાદ્ય પદાર્થ છે અને તે સરળતાથી બધા ઘર માં ઉપલબ્ધ હોય છે. પીળી સરસવ માં એસિટીક એસિડ હોય છે જે પેટ ની એસીડીટી ને ઓછી કરે છે અને પેટ ના ગેસ અને દુખાવા માં તુરંત આરામ આપે છે. સાથેજ તે પાચનતંત્ર અને આંતરડા ને હેલ્થી રાખવા માં મદદ કરે છે. એક કે બે ચમચી રેગ્યુલર પીળી સરસવ ને ગરમ પાણી માં ધોઈ ને સેવન કરવુ. 5 થી 10 મિનિટ માં આરામ મળશે.

2. સફરજન નુ સિરકા (Apple Cider Vinegar) સફરજન ના સિરકા ને સામાન્ય રીતે અપચા કે ખાટા ડકાર ના ઈલાજ માં ઉપયોગ કરાય છે, પરંતુ તે ગેસ ને ઠીક કરવામાં પણ મદદ કરે છે. સફરજન ના સિરકા માં મોજુદ એન્જાઈમ્સ, પાચન ને ઠીક કરે છે અને તમારા શરીર ને alkalize કરવામાં મદદ કરે છે જેનાથી તમને વધુપડતા ગેસ થી રાહત મળે છે અને પેટ ને આરામદાયક મહેસુસ થાય છે. સાથેજ, સફરજન ના સિરકા નુ સેવન બાળકો ને દૂધ પીવડાવવા વાળી મહિલાઓ પણ કરી શકે છે. બે ચમચી કાચા અને છોલ્યા વિના ના સફરજન ના સિરકા ને એક ગ્લાસ ગરમ પાણી માં મેળાવો. હવે આ પાણી ને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ થવા દો અને પછી સેવન કરી લો. આવુ દિવસ માં બે વખત કરો. જો સફરજન ના સિરકા ઉપલબ્ધ નથી તો તમે રેગ્યુલર સિરકા નો ઉપયોગ પણ કરી શકો છો.

3. આદુ (Ginger) ગેસ ની સમસ્યા ને દૂર કરવામાં આદુ ઘણુ ફાયદાકારક હોય છે. આદુ માં વમનરોધી શક્તિ (antiemetic power) હોય છે, જે આપણા પેટ અને આંતરડાના ગેસ ને બહાર કાઢવા માં મદદ કરે છે. હકીકતમાં, આદુ પેટ ને ખાલી કરવાની પ્રક્રિયાને ઝડપી કરી દે છે અને પાચન ને ઠીક કરે છે જેથી પેટ અને આંતરડા ને આરામ મળે છે.

પેટ ના ગેસ ને ઠીક કરવા માટે આદુ નો નિમ્ન માં થી કોઈ એક ઉપચાર કરો – આદુ, વાળીયારી અને ઈલાયચી ને સમાન માત્રા માં મેળવી ને મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણ ની એક ચમચી ને એક કપ પાણી માં ભેળવી લો અને ઉપર થી એક ચપટી હિંગ નાખી ને સેવન કરો. આ મિશ્રણ નુ સેવન દિવસ માં એક કે બે વખત કરો.
એક કપ આદુ ના જ્યુસ માં એક ચપટી હિંગ ભેળવી રોજ સેવન કરો.

ગેસ ના અધિક પ્રોડક્શન ને રોકવા માટે રોજ જમ્યા પછી એક આદુ ના ટુકડા ને ચાવી ને ખાવો. તમે તમારા ભોજન માં પણ આદુ નો સમાવેશ કરી શકો છો.
આદુ વાળી ચા નુ સેવન કરવાથી પણ પેટ નો ગેસ કંટ્રોલ રહે છે. દોઢ કપ પાણી માં દોઢ ચમચી આદુ નાખી ને ગરમ કરો, હવે તેને 10 મિનિટ સુધી હલકી આંચ માં ઉબળવા દો. તે ચા નુ સેવન દિવસ માં 2 કે 3 વાર કરો. સ્વાદ વધારવા માટે તમે તેમાં થોડો લીંબુ નો રસ અને મધ પણ ઉમેરી શકો છો.

4. બેકિંગ સોડા અને લીંબુ: બેકિંગ સોડા ને સોડિયમ બાઈકાર્બોનેટ પણ કહેવાય છે, આ એક ઇફેક્ટિવ એંટાસિડ ની રીતે કામ કરે છે અને પેટ ના ગેસ ને બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે. તેમાં લીંબુ મેળવી ને ઉપયોગ કરવાથી તેની પ્રભાવશીલતા વધી જાય છે. એક ગ્લાસ ગરમ પાણી માં અડધુ લીંબુ નિચોડી લો. હવે તેમાં એક ચમચી બેકિંગસોડા ઉમેરો. હવે તુરંત તેનુ સેવન કરો. આમ કરવાથી તમને ઇન્સ્ટન્ટ રિલીફ મળશે અને પેટ નો દુખાવો ઠીક થઈ જશે. જો તમારી પાસે લીંબુ ઉપલબ્ધ નથી તો તમે ફક્ત બેકિંગસોડા નો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ દર વખતે ગેસ થવા પર બેકિંગસોડા નો ઉપયોગ કરવાની આદત ન બનાવી. આ ફક્ત એક અસ્થાયી ઉપાય છે અને તેનો નિરંતર ઉપયોગ કરવા થી તમારી હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. नोट – બેકિંગસોડા નુ અધિક સેવન ન કરવુ, કેમકે તેની તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સાથેજ, જે લોકો એ તેના ભોજનમાં સોડિયમ નો ત્યાગ કર્યો છે કે ડોક્ટરે સોડિયમ લેવા ની મનાઈ કરી છે તે પણ આનો ઉપયોગ ન કરે.

5. એક્ટિવેટેડ ચારકોલ (Activated Charcoal) એક્ટિવેટેડ માં અધિક શોષણ ની ક્ષમતા(adsorption capacity) હોય છે, તેથી તે પેટ ના ગેસ અને ફુલવાની સમસ્યા માં ખૂબ જ લાભદાયક હોય છે. તેમાં નાના-નાના છિદ્રો હોય છે જે પેટ અને આંતરડા થી ગેસ શોષવા માં મદદ કરે છે અને તુરંત આરામ પ્રદાન કરે છે. જમ્યા ના બે કલાક પહેલા કે પછી 500 mg એક્ટિવેટેડ ચારકોલ નુ સેવન કરો. તેનુ સેવન કર્યા બાદ ખૂબ પાણી પીવુ. એક્ટિવેટેડ ચારકોલ બજાર માં ટેબલેટ, કેપ્સુલ અને પાઉડર ના રૂપે સરળતાથી ઉપલબ્ધ હોય છે. તમારા માટે તેનો સાચો ડોઝ જાણવા માટે ડોક્ટર ની સલાહ લેવી.

6. દાલચીની (Cinnamon) દાલચીની તમારા પેટ ને શાંત કરવામાં મદદ કરશે અને ગેસ બનવાની આગળ ની પ્રક્રિયા ને રોકી દેશે. દાલચીની પેટમાં ગેસ્ટ્રીક એસિડ(gastric acid) અને પેપ્સીન(pepsin) ના સ્ત્રાવ ને વધારે છે જેથી ગેસ બનવાની પ્રક્રિયા ઓછી થાય છે. એક ગ્લાસ ગરમ દૂધ માં અડધી ચમચી દાલચીની ને ભેળવીને સેવન કરો. સ્વાદાનુસાર તમે તેમાં થોડુ મધ પણ ભેળવી શકો છો. કે પછી, દાલચીની ની ચા સેવન કરો. ચા બનાવવા માટે એક કપ પાણી માં અડધી ચમચી દાલચીની નાખી ને ઉકાળો. પછી તેને 5 મિનિટ માટે ઠંડી થવા દો અને પછી સેવન કરો.

7. વાળીયારી (Fennel) ગેસ અને પેટ ફુલવાની સમસ્યા માં વાળીયારી ને ખૂબ લાભકારી મનાય છે. આ એક વાયુનાશી (carminative) એજન્ટ ની રીતે કામ કરે છે અને આંતરડા થી ગેસ બહાર કાઢે છે. તે નાના બાળક માં થવા વાળા પેટ ના દુખાવા માં પણ ખૂબ ફાયદાકારક હોય છે. એક ચમચી વાળીયારી ના બીજ ને ખાંડી લો. હવે તેમાં એક કપ ગરમ પાણી ઉમેરી ને ઢાંકી ને ઠંડુ થવા રાખી દો. 5 મિનિટ બાદ તેને ગાળી લો અને ચા ની જેમ સેવન કરો. તેનુ સેવન દિવસ માં ઓછા માં ઓછુ એક વખત કરો. તમે તેનુ સેવન ભારી ભરખમ ભોજન પછી પણ કરી શકો છો, આમ કરવાથી પેટમાં ગેસ નહીં બને. તમે વાળીયારી ચાવી ને પણ ખાય શકો છો. કે પછી, બે કપ પાણીમાં વાળીયારી, દાલચીની અને ફોદીના ના પાંદડા ને બરાબર માત્રા માં નાખી ને ઉકાળો. પછી ગાળી ને ઠંડુ થયા બાદ સેવન કરો. કૈમોમાઇલ ટી પણ પેટ ના ગેસ ની સમસ્યા ને ઠીક કરવામાં મદદ કરે છે.

8. હીંગ (Asafetida) હીંગ માં એન્ટિસ્પેસમોડિક(antispasmodic) અને antiflatulent પ્રોપર્ટીજ હોય છે, જે પેટ ની સમસ્યાઓ જેવીકે ગેસ, કબજિયાત, એસીડીટી વગેરે ને ઠીક કરવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગરમ પાણી માં એક ચપટી હીંગ નાખીને સારી રીતે ઘોળી લઈ અને સેવન કરો. તેનુ સેવન દિવસ માં બે કે ત્રણ વખત કરો. કે પછી, એક પાકા કેળા પર એક ચપટી હીંગ છાંટી સેવન કરો. આવુ દિવસમાં બે વાર કરો.

9. ફોદીનો : ફોદીના માં મેન્થોલ હોય છે જેમાં એન્ટિસ્પેસમોડિક પ્રોપર્ટી હોય છે જે પેનફૂલ ગેસ ને બહાર કાઢવામાં મદદ કરે છે અને પેટને રાહત આપે છે. 2007 માં ડાઈજેસ્ટિવ એન્ડ લીવર ડીસીઝ (Digestive and Liver Disease) માં પબ્લિશ થયેલા એક રિપોર્ટ અનુસાર પેટ ની સમસ્યાઓ જેવી કે ગેસ, સોજો, દર્દ, બેચેની, કબજિયાત વગેરે થી પીડિત દર્દી માટે ફોદીના નુ તેલ ઘણુ લાભદાયક હોય છે. ગેસ ની સમસ્યા થી નિપટવા માટે ફુદીના ને ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.

એક કપ ઉકળેલા પાણી માં એક ચમચી તાજા ફુદીના ના પાંદડા નાખી ને ચા બનાવો. હવે તેને 10 મિનિટ ઠંડી થવા દો અને પછી મધ ભેળવી ને સેવન કરો. તેનુ સેવન દિવસમાં 2 કે 3 વખત કરો. કે પછી, અડધા કપ ઠંડા પાણી માં બે ટીપા ફુદીના નુ તેલ નાખી ને સેવન કરો. તેનુ સેવન દિવસ માં બે વખત કરો. તરત રાહત મેળવવા માટે ફોદીના ના પાંદડા ને ચાવી ને ખાઓ.

10. છાશ (Buttermilk) આયુર્વેદ અનુસાર પેટ અને આંતરડા નો ગેસ ઠીક કરવામાં છાશ ખુબજ ફાયદાકારક હોય છે. છાશ માં ભરપૂર માત્રામાં પ્રોબાયોટિક મિક્રોબ્સ હોય છે જે પાચન વધારે છે અને કબજિયાત અને ગેસ ને બનવાથી રોકે છે. તે પેટ ફુલવાની સમસ્યા અને એસીડીટી માં પણ ફાયદાકારક હોય છે. છાશ માં અજવાયન અને સેંધા નમક મેળવીને સેવન કરવાથી તેનો વધારે લાભ મળે છે. એક કપ છાશ માં એક ચમચી અજવાયન અને સેંધા નમક મેળવીને સેવન કરો. તમે છાશ માં સુકુ આદુ અને સેંધા નમક મેળવીને પણ સેવન કરી શકો છો. તેનુ સેવન રોજ એક કે બે વખત કરો.

વધારાની ટિપ્સ: જો તમને લેકટોઝ સંવેદનશીલતા (lactose sensitivity) ના કારણે ગેસ ની સમસ્યા થઈ છે તો તમારે લેકટેઝ સપ્લીમેન્ટસ નુ સેવન કરવુ જોઇએ. તે લેકટોઝ ને પચાવવા માં મદદ કરશે અને ગેસ ની સમસ્યા ને ઠીક કરશે. તમારા માટે સરખો ડોઝ જાણવા માટે તમારા ડોક્ટર ની સલાહ લેવી. ગેસ ની સમસ્યા પેદા કરવા વાળા ખાદ્યપદાર્થો નુ વધુપડતુ સેવન ન કરવુ. ડેરી પ્રોડક્ટ્સ નુ અધિક સેવન ન કરવુ. એક વાર માં અધિક ખાવાના બદલે દિવસ માં થોડુ-થોડુ ખાવુ. ખાવાનુ ધીરે-ધીરે અને સારી રીતે ચાવીને ખાવુ.

ધુમ્રપાન ન કરવુ.: નિયમિત વ્યાયામ અને યોગ કરો. તેનાથી ગેસ ને બહાર નીકળવામાં સરળતા રહેશે. થોડા યોગ આસન જેવાકે પાવનમુક્તાસન, પર્વતાસન અને અધોમુખ શ્વાન આસન ગેસ ની સમસ્યા માં ઘણા ફાયદાકારક હોય છે.
Author: fulonimahek.com