Breaking News

સોનાની વીંટી એ આ 3 રાશિઓ માટે બની શકે છે જીવલેણ, વાંચો તમારી રાશિ તો નથી ને આમાં…

આપણા દેશમાં સોનું એ સૌથી વધુ ખરીદવામાં આવે છે. સોનું કેટલું મોંઘુ થઇ ગયું છે અને કેમ ના થાય દરેક ભારતીય એ સોનું ખરીદતા જ હોય છે અને તેમને કોઈ રોકી શકતું નથી. સોનું એ બહુ કિમતી વસ્તુ છે. દરેક વ્યક્તિ એ સોનું પહેરવાની ઈચ્છા ધરાવતો હોય છે. સોનાની વીંટી એ ફક્ત ઘરેણું જ નથી જ્યોતિષમાં સોનાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. સોનું, ચાંદી અને હીરા જવેરાત તો દરેક મહિલાનું સપનું હોય છે. ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી હશે જેમને સોનું પહેરવું નહિ પસંદ હોય. સોનું પહેરવાના ઘણા બધા ફાયદા હોય છે. આની સાથે સાથે સ્વર્ણ ભસ્મનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

કહેવાય છે કે સારા મુહૂર્તમાં સોનું ખરીદી પહેરવાથી એ સારું ફળદાયી બને છે. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને પતિ પત્ની વચ્ચે સારા સંબંધો બને છે. જે મિત્રો બાળકની ઈચ્છા રાખતા હોય છે તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. સારા મુહૂર્તમાં ઘરમાં લાવેલ સોનાથી તેને પહેરવાથી એ વ્યક્તિનું ભાગ્ય બનાવી દે છે. એવું પણ માનવામાં આવે છે કે સોનાનું ખોવાઈ જવું કે મળવું એ સારું નથી હોતું. જો તમે જ્યોતિષ શાસ્ત્રમાં માનો છો તો તમને જણાવી દઈએ કે દરેક લોકો માટે સોનું પહેરવું એ શુભ નથી હોતું.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ધાતુની અસર આપણી પર થાય છે. આ બધું એ સૌરમંડળમાં રહેલ ગ્રહોના લીધે થાય છે. દરેક ધાતુનું અમુક ગ્રહો સાથે સંબંધ હોય છે. એ ગ્રહ એ ધાતુ પર પોતાની રીતે અસર છોડે છે. ભલે તે ચાંદી હોય તાંબુ હોય કે સોનું હોય મોંઘા રત્ન હશે તેની પણ અસર વ્યક્તિના જીવન પર પડે છે. કાં તો એ ધાતુની સારી અસર થતી હોય છે કાં તો તેની ખરાબ અસર પણ થતી હોય છે.

હા આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ કે સોનાની વીંટી પહેરવાથી અમુક લોકોને બહુ નુકશાન થતું હોય છે. આજે અમે તમને એ જ રાશિના લોકો વિષે જણાવીશું જે લોકોએ ભૂલથી પણ સોનાની વીંટી પહેરવી જોઈએ નહિ. જો આ લોકો એ સોનાની વીંટી પહેરે છે તો તેમના જીવનમાં હંમેશા પૈસાની તંગી સર્જાઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે મેષ, કન્યા અને ધન રાશિના જાતકો એ પોતાની આંગળીઓમાં વીંટી પહેરે છે તો એ લોકોને જીવનમાં સફળતા મહેનત કરવા છતાં પણ મળતી નથી.

આવું એટલા માટે છે કે સોનાની વીંટી એ તેમના જીવન પર બહુ ખરાબ અસર પાડે છે. જીવન પર ખરાબ અસર થવાથી આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ક્યારેય કોઈપણ કાર્યક્ષેત્રમાં બહુ મહેનત કરવા છતાં પણ સફળતા મળશે નહિ. જીવનમાં સફળ થવા માટે આ ત્રણ રાશિથી જોડાયેલ લોકોએ સૌથી પહેલા તમારા હાથમાં રહેલ સોનાની વીંટીઓ કાઢી નાખવી જોઈએ. સોનાની વીંટી કાઢી નાખ્યા પછી તમારું જીવન એ સારી રીતે પસાર થશે.

જ્યોતિષ શાસ્ત્રના જાણકાર લોકોનું માનીએ તો આ ત્રણ રાશિથી જોડાયેલ લોકોએ સોનાની વીંટી પહેરવાથી તેમના જીવન પર ખરાબ અસર પડી શકે છે. સૌથી વધુ અસર એ ધન અને સંપત્તિ પર પડી શકે છે. આની સાથે જ આ ૩ રાશિના જાતકોને વેપારમાં પણ નુકશાન થાય છે. એટલા માટે જો તમે મેષ, કન્યા અને ધન રાશિના જાતક છો તો તમારે જીવનમાં ભૂલથી પણ સોનાની વીંટી પહેરવી જોઈએ નહિ.

Author: fulonimahek.com