Life style

એક સમયે જેના ગીત પર નાચવા લાગતા હતા લોકો આજે તેને કોઈ યાદ પણ નથી કરતું, જાણો શું કરે છે 13 વર્ષ પહેલા બનેલા ઇન્ડિયન આઈડલના પહેલા વિજેતા અભિજીત સાવંત

ઇન્ડિયન આઈડલના પહેલા વિજેતા બનેલા અભિજીતનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. જેણે ઇન્ડિયન આઈડલના પહેલા સીઝનમાં ભાગ લીધો અને વિજેતા પણ બની ગયા. 130 પ્રતિયોગિતાના ઓડિશનમાંથી તે આ મંચ સુધી પહોંચવામાં કામિયાબ રહ્યા હતા અને 11 કન્ટેસ્ટન્ટને હરાવીને વિજેતા બન્યા હતા.

વિજેતા બનીને અભિજીત રાતોરાત સ્ટાર બની ગયા હતા અને સંગીતની દુનિયાનું અનોખું નામ બની ગયા હતા. જેના પછી અભિજીતે ‘આપકા અભિજીત’ નામનું આબ્લમ લોન્ચ કર્યું હતું જેનું ગીત ‘મોહબ્બતેં લૂંટાઉંગા’ ખુબ હિટ રહ્યું હતું. તેનું બીજું આબ્લમ સોન્ગ જૂનુંન પણ ખુબ હિટ રહ્યું હતું. જેના પછી તેણે આશિક બનાયા આપને ફિલ્મનું ‘મરજાવા’ગીત પણ ગાયું હતું અને અચાનક જ ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઇ ગયા.

ઇન્ડિયન આઇડલ શો ને જીત્યા પછી અભિજીતે ‘જો જીતા વહી સુપરસ્ટાર’ અને ‘એશિયન આઇડલ’ માં બીજા અને ત્રીજા રનર અપ તરીકે પણ જીત મેળવી હતી. આ સિવાય અભિજીતે હુસેન સાથે મળીને ઇન્ડિયન આઇડલ-5 ને પણ હોસ્ટ કર્યો હતો.

એક સમય એવો હતો કે જયારે લોકો અભિજીતનના ગીતો ગુનગુનાવતા રહેતા હતા અને આજે કોઈ તેને યાદ પણ નથી કરતુ. આજે અભિજીત ગુમનામીનું જીવન જીવી રહ્યા છે.

જો કે અમુક વર્ષો પછી અભજિતે પત્ની શિલ્પા સાથે નચ બલિએ-4માં ભાગ લીધો હતો. સિગિંગની દુનિયાના સ્ટાર એવા અભિજીતનો ડાન્સ પણ દર્શકોને કઈ ખાસ પસંદ આવ્યો ન હતો અને અમુક એપિસોડ પછી તે એલિમિનેટેડ થઇ ગયા હતા. જેના પછી અભિજીત કપિલ શર્મા સાથે કોમેડી શો માં પણ જોવા મળ્યા હતા.

અમુક સમય પહેલા અભિજીતના શિવસેનામાં જોડાવાની પણ ખબર મળી હતી પણ અભિજીતે તેને માત્ર અફવા જણાવી હતી. એવી પણ ખબરો સામે આવી હતી કે વર્ષ 2010માં અભિજીત પોતાના મિત્રો સાથે જઈ રહ્યા હતા અને તેની બે મહિલા મિત્રની ગાડીને એક સ્કૂટરે ટક્કર મારી દીધી હતી લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. જ્યારે અભિજીતે મામલાને શાંત કરવાની કોશિશ કરી તો લોકોએ અભિજીતની સાથે પણ લડાઈ કરવાનું શૂર કરી દીધું હતું, ત્યારથી લઈને અભિજીત ક્યારેય લાઇમલાઈટમાં દેખાયા નથી.

હાલ અભિજીત સંગીત દુનિયા અને લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. હાલ તે ઇન્ડસ્ટ્રીના કોઈપણ ક્ષેત્રમાં સક્રિય નથી.