Bollywood

ભાવુક થઇને પ્રિયંકાએ કહી પિતાની ઈચ્છા, જો જીવિત હોત તો મારા લગ્ન…

છોકરીઓ ગમે તેટલી મોટી થઇ જાય પણ તેઓ પિતા માટે હંમેશા એક નાનું બાળક જ રહે છે. તેઓ હંમેશા પિતાની લાડકી રહે છે. પિતા છોકરીની બધી જરૂરિયાતોને પૂરી કરે છે. છોકરીની જયારે લગ્ન માટે ઉંમર થઇ જાય તો પિતા તેના માટે એક સરસ છોકરો શોધી લાવે છે.

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પણ પિતા આવું જ કંઇક સ્વપ્ન જોતા હતા. પ્રિયંકાના પિતાનું નામ અશોક ચોપડા હતું. અશોક ચોપડાએ તેમની લાડલી માટે તેના લગ્નનું સ્વપ્ન જોયું હતું. જો કે, 6 વર્ષ પહેેલા જ તેમનું કેન્સરને કારણે નિધન થઇ ગયું. તેઓ તેમની દીકરીના લગ્ન પણ જોઇ શક્યા નહિ.

પ્રિયંકાને આ વાતનું દુ:ખ હજી પણ છે કે તેના લગ્નમાં તેના પિતા તેની સાથે ન હતા. પ્રિયંકા તેના પિતાની એકદમ નજીક હતી.

તમને જણાવી દઇએ કે, પ્રિયંકાના પિતા અશોક ચોપડા એ આર્મીમાં ડોક્ટર હતા. આર્મીમાં હોવાને કારણે તેઓ હંમેશા એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હતા. વર્ષ 1997માં જયારે તેઓ રિટાયર્ડ થયા ત્યાં સુધી તો તેઓ એક ટ્રેન આર્ટિસ્ટ, પેઇન્ટર અને સિંગર બની ચૂક્યા હતા. તેઓ આર્મીમાં પણ ગાવાનો શોખ રાખતા હતા. જયાં તેઓને સિંગિંગ સર્જનના નામથી ઓળખવામાં આવતા હતા.

હાલમાં જ Zoomને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યુ હતુ કે, તેના પિતાનું એક સ્વપ્ન હતુ કે તેઓ પ્રિયંકાને દુલ્હન બનતી જોવા માંગતા હતા. તેણે જણાવ્યુ કે, જયારે મેં લગ્ન કર્યા હતા ત્યારે પિતાને બહુ જ યાદ કર્યા હતા. હું વિચારી રહી હતી કે, લગ્નમાં માતાને એકલા જ બધુ કરવું પડ્યુ પરંતુ પિતા હોતા તો તે આ બધુ કરતા અને તેઓ અલગ અલગ વસ્તુઓ પણ લગ્ન દરમિયાન કરવા ઇચ્છતા હતા.

જો તેઓ હોતા તો લગ્ન પહેલા એ જ કહેતા કે હું સૂટ કયારે સિવડાવીશ. આ વાતો એ દરમિયાન મારા મગજમાં ચાલી રહી હતી અને જેનાથી મને ઇમોશનલ સપોર્ટ પણ મળ્યો. તેણે કહ્યુ કે, મને નથી ખબર કે જે ઇમોશનલથી મારા પર વીતી રહી હતી તેને હું કેવી રીતે સંભાળીશ.

ધ સ્કાય ઇંધ પિંકની ડાયરેક્ટર શોનાલીના નીચે તે અદિતીનું પાત્ર ભજવી રહી હતી તે દરમિયાન મેં શીખ્યુ કે, મૃત્યુ એક એવી વસ્તુ છે જે પ્રાકતિક છે. જેના વિશે આપણને બધાને ખબર છે. તે મારા અને તમારા સાથે પણ એક દિવસ થવાનું જ છે. આવામાં કોઇ વ્યક્તિના જવાનું દુ:ખ મનાવ્યા વગર તેમના સાથે આપણે જે પણ સમય જીવ્યા છીએ તેને યાદ કરીએ.