Gajab

લગ્નની પહેલી રાત પતિના બદલે મનાવી પ્રેમી સાથે, બહેનપણીએ જ આપ્યો સાથ, કારણ જાણીને હેરાન રહી જશો

લગ્નના દિવસની ઉતાવળ સૌ કોઈને હોય છે અને તેમાં પણ લગ્નની પહેલી રાત્રી ખાસ બને એવું લગ્ન કરનાર અને લગ્ન કરવાના સપના જોનાર દરેકની ઈચ્છા હોય છે, ભલે દરેક રાત્રી લગ્નના પહેલી રાત્રી જેવા જ સંબંધો ભલે આખી જિંદગી બંધાવવાના હોય પરંતુ લગ્નની એ રાત્રી તો ખાસ હોય છે અને યાદગાર પણ હોય છે.


હમણાં જ મળતા એક સમાચાર મુજબ એક યુવકને પોતાના લગ્નની આ પહેલી રાત્રી પણ યાદગાર બની ગઈ, પરંતુ કંઈક જુદી જ રીતે, તેની પત્નીએ તેના બદલે સુહાગરાત તેના પ્રેમી સાથે મનાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના દરભંગામાંથી આ મામલો સામે આવ્યો છે, જેમાં લગ્ન કરવા ગયેલા યુવકની પત્ની લગ્નની પહેલી રાત્રે જ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેન ફરિયાદ ખુદ યુવતીના પિતાએ જ લખાવી હતી.

ધૂમધામથી કરાયેલા આ લગ્નમાં યુવતીએ તેના એક મિત્ર  બહેનપણીને પણ લગ્નમાં આવવા માટે આમંત્રણ,  જે બંનેએ લગ્નમાં હાજરી પણ આપી હતી, લગ્ન બાદ લગ્નની રાત્રે જ કન્યાને તે યુવક અને તેની બહેનપણી ભગાવી ગયા હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે.

સવારે જયારે આ સમગ્ર ઘટનાની ખબર પડી ત્યારે કન્યા સાથે તેનો મિત્ર અને બહેનપણી પણ ગાયબ હતા જેના કારણે કન્યાના પિતાએ ફરિયાદમાં તે બંનેના પણ નામ નોંધાવ્યા હતા.
સોશિયલ મીડિયામાં પણ આ સમાચાર ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.