National

પોતાની ફિટનેસ માટે મુકેશ અંબાણી પીવે છે આ ડેરીનું દૂધ, 1 લીટરની કિંમત સાંભળીને ચોંકી ઉઠશો

દેશના અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. આપણે બધા જ જાણીએ છીએ અરબોની સંપત્તિ ધરાવનાર મુકેશ અંબાણી ખુબ જ સાદું જીવન જીવે છે. તેમના ઘરની અંદર દુનિયાની તમામ વસ્તુઓ હાજર છે. ત્યારે મુકેશ અંબાણીના પરિવારના દૂધ પણ ખાસ જગ્યાએથી આવે છે.

મુકેશ અંબાણી જ નહીં પરંતુ અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને અક્ષય કુમાર જેવી મોટી મોટી હસ્તીઓના ઘરે દૂધ એક જ જગ્યાએથી આવે છે. આ દૂધ ખુબ જ હાઈટેક ફાર્મમાંથી આવે છે. આ દૂધની કિંમત સામાન્ય ડેરીના દૂધ કરતા ખુબ જ વધારે છે.

મુકેશ અંબાણીના ઘરે જે ડેરીનું દૂધ આવૅ છે તે મહારાષ્ટ્રના પુણેમાં આવેલી છે. જેનું નામ છે “ભાગ્યલક્ષ્મી ડેરી” આ ડેરીના ગ્રાહકોનું લિસ્ટ અંબાણીથી લઈને મોટી મોટી હસ્તીઓ સુધી વિસ્તરેલું છે.

ભાગ્યલક્ષ્મી ડેરીના માલિકનું નામ દેવેન્દ્ર શાહ છે. જેમને આ ડેરીની શરૂઆત કરી હતી. પહેલા તો આ ડેરીની જયારે શરૂઆત થઇ ત્યારે તેના માત્ર 175 કસ્ટમર હતા પરંતુ હવે ધીમે ધીમે તેની સંખ્યા વધીને 22 હજાર થઇ ચુકી છે. હાલમાં આ ડેરીના એક લીટર દૂધની કિંમત 152 રૂપિયા છે.

ભાગ્યલક્ષ્મી ડેરીના વધુ પડતા ગ્રાહકો મુંબઈની અંદર છે જેના કારણે આ ડેરી નિયમિત પોતાના દૂધનો સપ્લાય પુણેથી મુંબઈમાં કરે છે. આ દૂધની ડીલેવરી વેન સવારે 5:30થી 7:30 સુધીમાં બધા જ ગ્રાહકોના ઘરે દૂધ પહોંચવી દે છે. તેની સાથે જ “પ્રાઇડ ઓફ કાઉ” માટે દરેક કસ્ટમરનું લોગીન આઈડી હોય છે. જેના દ્વારા તે ઓર્ડર બદલી અથવાતો રદ પણ કરી શકે છે. કે પછી ડીલેવરીની જગ્યા પણ બદલી શકે છે.

ધનલક્ષ્મી ડેરીની અંદર ગાયોની વિશેષ કાળજી લેવામાં વે છે. તેમજ સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા ગયો માટે રબરની મેટ પાથરવામાં આવી છે. જેની દિવસમાં ઓછામાં ઓછી ત્રણવાર સફાઈ થાય છે.

ગાયોની પીવા માટે ફક્ત ROનું જ પાણી આપવામાં આવે છે. તો તેમના ખાવા માટે સોયાબીન, અલ્ફા ઘાસ, સીઝનેબલ શાકભાજી અને મકાઈનો ચારો આપવામાં આવે છે. આ ડેરીની બીજી એક ખાસ વાત એ છે કે અહીંયા 24 કલાક સ્લો સાઉન્ડ મ્યુઝિક વાગે છે.

આ ડેરીની અંદર દૈનિક 25000 લીટર દૂધનું ઉત્પાદન થાય છે. આ સમગ્ર ફાર્મ 26 એકડમાં ફેલાયેલું છે અને અહીંયા 2000 ડચ હોલ્સટીન જાતિની ગયો છે. આ ડેરીમાં બધા જ કામ મશીનો દ્વારા કરવામાં આવે છે. ગાયનું દૂધ કાઢવાથી લઈને પેકીંગ સુધીનું તમામ કામ મશીનો દ્વારા જ પૂર્ણ કરવામાં આવે છે.