Gujarat Life style

સાદાઈથી ડાયરો કરી અને નામના મેળવનાર માયાભાઇ આહિરના દીકરાની વૈભવી લાઈફ જોઈને તમારી પણ આંખો પહોળી રહી જશે, જુઓ તસવીરો

રાજાઓ જેવું જીવન જીવે છે માયા ભાઈ આહીરનો લાડલો, જુઓ વૈભવી તસવીરો

ગુજરાત અને તેમાં પણ ડાયરાની રમઝટ ના હોય તો જાણે ગુજરાતનો વૈભવ નથી. ગુજરાતની અંદર અને તેમાં પણ કાઠિયાવાડમાં તમને ઘણા ડાયરા કરનારા કલાકારો મળી જશે. પરંતુ ઘણા કલાકારો એવા છે જેમને પોતાનું નામ દેશ વિદેશની અંદર વહેતુ કર્યું, અને આજે તે વિશ્વ કક્ષાએ નામના ધરાવે છે.

એવા જ પ્રખ્યાત લોક ડાયરો અને હાસ્ય કલાકાર માયાભાઇ આહીરની આજે ગુજરાતના દરેક ગામે ગામ અને ઘર-ઘરમાં એક આગવી ઓળખ છે. પોતાના વાણી વૈભવથી સૌને મંત્રમુગ્ધ કરનાર માયાભાઇ જગ વિખ્યાત છે.

માયાભાઇના ડાયરામાં અને તેમના હાસ્ય કાર્યક્રમમાં લોકો તેમની વાહવાહ કરે છે. ખુબ જ સાદાઈથી જીવન જીવીને આ કક્ષાએ પહોંચનારા માયાભાઇનો પરિવાર આજે ખુબ જ આલીશાન જીવન વિતાવી રહ્યો છે.

માયાભાઇ આહીરનો દીકરો પણ આજે ખુબ જ વૈભવી જીવન જીવે છે. જેની ઝાંખી તેના સોશિયલ મીડિયા ઉપરની પોસ્ટ ઉપરથી જ જોઈ શકાય છે.

માયાભાઈના દીકરાનું નામ જયરાજ આટા આહીર છે. તે આજે કોઈ સેલિબ્રીટી કરતા કમ જીવન નથી વિતાવતો. વૈભવી લાઈફ સ્ટાઇલ, મોંઘીદાટ ગાડીઓ અને આલીશાન જીવન જીવવું તેનો શોખ છે. જે તેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરોમાં સ્પષ્ટ નજરે આવે છે.

22 મેના રોજ ભાવનગરમાં જન્મેલા જયરાજ આહીર ભાવનગરના જ વતની છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાના વૈભવી જીવનની ઘણી તસવીરો પણ શેર કરતો રહે છે.

જયરાજનો શોખ છે કે તે વૈભવી કાર સાથે ફોટોશૂટ કરાવે. જે તેના સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે. એટલું જ નહીં જયરાજ પાસે ઘણી બધી આલીશાન કાર પણ છે. તે કારનો ખુબ જ શોખીન છે. જો વાત કરીએ માયાભાઇ આહીરની તો તેમને ખુબ જ સંઘર્ષ દ્વારા આ સફળતા મળેવી છે. તેમજે જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના એક નાના એવા ગામ કુંડવીમાં થયો હતો. તેમનું મૂળ ગામ બોડવી છે.  માયાભાઈના પિતાને લોકો ભગત તરીકે ગામમાં ઓળખતા અને ગામમાં જે કોઈ પણ સાધુ સંત આવે ત્યારે તેમનો ઉતારો માયાભાઈના ઘરે જ હોતો.

માયાભાઈને ભક્તિનો રંગ પણ તેમના પિતા પાસેથી જ લાગ્યો. તેમના પિતા ધાર્મિક પુસ્તકો વાંચતા, ધાર્મિક કાર્યક્રમોમાં જતા તો માયાભાઇ પણ તેમના આ ગુણને પોતાની અંદર ઉતાર્યો અને તેઓ સતત નવું નવું શીખતાં રહ્યા.

માયાભાઇ ભણતા ત્યારે સાથે સાથે ગાયો ચરાવવા માટે પણ જતા અને ગાયો ચરાવતા દરમિયાન તે ભજનો અને ગીતો પણ ગાતા. તેમનો આ શોખ ક્યારે તેમનો વ્યવસાય બની જશે એ તેમને પણ ખબર ના રહી અને ગાયો ચરાવતા ચરાવતા ગીતો ગાવાની આવડત તેમને આજે વિશ્વ કક્ષાએ તેમના ડાયરા અને હાસ્ય કાર્યક્રમમાં લાખો લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે.

માયાભાઈના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલે સારી નહોતી. જેના કારણે તે ટ્રેકટર પણ ચલાવતા. આ સાથે જ તેમને ધીમે ધીમે કાર્યક્રમ કરવાનું શરૂઆત કરી. જોત જોતામાં તેમના ડાયરાના કાર્યક્રમો લોકોને પસંદ આવવા લાગ્યા અને આજે વિશ્વભરમાં તેમને નામના મળી ગઈ છે.