Breaking News

ખીચડી ખાવાના આ 3 ફાયદા તમને ચોંકાવી દેશે….99% લોકોને જ નથી આ વાત

ક્યાંક તમે પણ એ લોકોમાં નથી ને જેઓ ખીચડી ના નામ પર મોં બગાડવા લાગતા હોય છ? મોટાભાગે લોકો ખીચડી ને બીમાર લોકોનો આહાર માને છે પણ શું તમે જાણો છો કે ખીચડી એક એવી ચીજ છે જેને ખાવાથી માત્ર અને માત્ર ફાયદો જ થાય છે.

ચોખા અને અન્ય દાળ ને મિક્સ કરીને બનનારી ખીચડી સુપાચ્ય ભોજન છે. એમાં પણ ખીચડી માં દહીં મિક્સ કરીને ખાવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.

ખીચડી ખાવાના ત્રણ બેહતરીન ફાયદા:

1. પોષક તત્વો થી ભરપૂર:

તમારી માં કે પછી દાદી એ પણ તમને ખીચડી ના ફાયદા વિશે જણાવ્યું હશે. ખીચડી કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ, કેલ્શિયમ, ફાઇબર્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ના ગુણો થી ભરપૂર હોય છે. તમે ઈચ્છો તો તેમાં અલગ પ્રકારના શાકભાજીઓ ને મિલાવીને સ્વાદ વધારી શકો છો.

2. પચવામાં આસાન:
ખીચડી માં તેજ મસાલા નો ઉપીયોગ કરવામાં નથી આવતો અને ન તો વધુ તેલ, કે ઘી નો ઉપીયોગ થાય છે. એવામાં તે આસાનીથી પચી જાય છે અને આજ કારણ છે કે બીમારી માં લોકોને ખીચડી ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે.

3. શરીર ને બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદગાર:
ખીચડી ના નિયમિત સેવનથી વાત, પિત્ત અને કફ નો દોષ દૂર થઇ જાય છે. ખીચડી શરીર ને ઉર્જા તો આપે જ છે સાથે જ તે રોગ પ્રતિકારક શક્તિ ને પણ વધારવામાં ખુબ જ મદદગાર છે.

Author: fulonimahek.com