Breaking News

કપડા ના આ 5 જુગાડ તમે ક્યારેય જોયા નહિ હોય…..એક વાર જોશો તો મજા પડી જશે

આજે અમે તમને જુના કપડા ના અમુક પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ. મોટાભાગે લોકો જુના કપડા ને ફેંકી દેતા હોય છે કે પછી કોઈક ને આપી દેતા હોય છે. આજે અમે તમને આજ જુના કપડા ના સાચા ઉપાયો વિશે જણાવીશું.

1. સ્વેટર ને ખેંચવાથી બચાવો:

મોટાભાગે જોવા મળતું હોય છે કે જયારે આપણે કબાટ માં સ્વેટર ને હેન્ગર પર લટ્કાવીયે છીએ ત્યારે તે નીચેથી ખેંચાઈ ને લાબું બની જાતું હોય છે.  પણ જો તસ્વીર માં દેખાડયા અનુસાર તમે તેને ફોલ્ડ કરીને લટકાવશો તો તેને ખેંચાવાથી બચાવી શકશો અને તેનું ફિટિંગ અને શેપ પણ જળવાઈ રહેશે.

2. ગારમેન્ટ નો બેલ્ટ:

મોટા ભાગે મહિલાઓની T શેપ ટીશર્ટ માં તેના ગારમેન્ટ ની પેટ્ટી દેખાતી હોય છે. એવામાં તમે ક્લિપ ની મદદ થી તેને છુપાવી શકો છો. અહીં તસ્વીર માં દેખાડયા મુજબ તમે તમારી સ્ટ્રીપ ને છુપાવી શકો છો.

3. કપડા પર હેન્ગર ને યોગ્ય રાખવા માટે:

 

જયારે તમે કપડા હેન્ગર પર લટકાવો છો ત્યારે તે સરકી જાતા હોય છે. આ સમસ્યા થી બચવા માટે હેન્ગર ની બંને બાજુ એ રબ્બર બેન્ડ લગાવી લો. પછી કપડા ને હેન્ગર પર લટકાવો. કપડા નીચે સરકશે નહીં અને ત્યાં જ એકદમ યથાવત સ્થિતિ માં રહેશે.

4. ટી-શર્ટ ની પેટર્ન બદલવાનો ઉપાય:

જયારે તમે તમારી કોઈ સામાન્ય ટીશર્ટ ને એક અન્ય લુક આપવા માગો છો તો તેમાં ટીશર્ટ ની સ્ટ્રીપ ને એક સોલ્ડર થી બીજા સોલ્ડર પર લઇ જાઓ. અહીં આપેલી તસ્વીર પ્રમાણે તમે ટીશર્ટ ની પેટર્ન ને બદલી શકો છો.

5. નોર્મલ જીન્સ ને આવી રીતે આપો નવો લુક:

અત્યારે તો હલકી એવી ફાટેલી જીન્સ પેન્ટ પહેરવાનો સમય છે. એવામાં જો તમે તમારી નોર્મલ જીન્સ ને એક શાનદાર લુક આપવા માગો છો તો અહીં આપેલી તસ્વીર પ્રમાણે નો જુગાડ કરી શકો છો.

Author: fulonimahek.com