Life style

બાળપણમાં આટલી સુંદર દેખાતી હતી આ સાધ્વી, આધ્યાત્મિક વક્તા હોવા છતાં પણ લગ્ન કરીને માં બનવા માંગે છે જયાં કિશોરી

આધ્યાત્મિક વક્તા એવી જયાં કિશોરીને આજે દરેક લોકો ઓળખે છે. માત્ર 23 વર્ષની ઉંમરે જયાંજીએ ખુબ લોકપ્રિયતા અને આગવું  નામ બનાવી લીધું છે. તેમના ઉપદેશો અને તેના પ્રવચનો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે અને લોકો તેને ખુબ પસંદ કરે છે. આજે અમે તમને જયા કિશોરીજીના જીવનની અમુક ખાસ વાતો જણાવીશું.

બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયા કિશોરીએ અહીં સુધી પહોંચવા માટે ધર્મગુરુઓ પાસેથી દીક્ષા લીધી હતી. તેમની કથાઓ અને પ્રવચનો લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. જયાજીના ઘર-પરિવારમાં પણ આધ્યાત્મિક વાતાવરણ હોવાથી તેંનું મન બાળપણથી જ ધ્યાન-ભક્તિમાં લાગી ગયું હતું.

આજે જયાંજી વિદેશોમાં પણ ભજન-પ્રવચન કરી રહી છે. જયાજીએ માત્ર 7 વર્ષની ઉંમરથી જ ભજન-કીર્તન ગાવાનું ગાવાનું શરૂ કરી દીધું હતું. જયાજીએ ગુરુ ગોવિંદરામ પાસેથી દીક્ષા લીધી હતી, બાળપણથી જ જયાજીને ભગવાન કૃષ્ણ પ્રત્યે ખુબ રુચિ હોવાથી ગોવિંદરામે તેનું નામ કિશોરી રાખ્યું હતું. કેમ કે ભગવદ્દ ગીતાના આધારે રાધાજીનું બીજું નામ કિશોરી પણ છે.

જણાવી દઈએ કે જયાજી ઇન્સ્ટાગ્રામ પર પણ સક્રિય રહે છે અને તેના 14 મિલિયન જેટલા ફોલોઅર્સ છે. જયાજી પોતાના એકાઉન્ટ પર પોતાના પ્રવચનોના વીડિયો શેર કરતી રહે છે.

જયાજી  અમુક સમયના અંતરાલે “ટોક ઓન સ્પિરિચ્યુઅલીટી” નામનું સેશન પણ રાખે છે જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એન યુટ્યુબ દ્વારા લાઈવ કરવામાં આવે છે અને ભક્તોના આસ્થાને લગતા સવાલોના જવાબ આપે છે.

જયાજી એક વક્તા હોવા છતાં તેને પોતાને સાધ્વી કહેવું બિલકુલ પણ પસંદ નથી અને તે સામાન્ય મહિલાની જેમ જ જીવન જીવે છે. જયાંજી સામાન્ય મહિલાની જેમ લગ્ન પણ કરવા માંગે અને માં પણ બનવા માંગે છે.

મળેલી જાણકારીના આધારે જયાજી એક કથા કરવાના 9 લાખ 10 હજાર રૂપિયા ફી લે છે. જયાજી આ પૈસા સેવા સંસ્થાઓમાં દાન કરી દે છે, જે વિકલાંગ લોકોની સેવા કરે છે. આ સંસ્થામાં વિકલાંગ લોકોંને ખાવા-પીવાથી મંદીને તેમના સ્વાસ્થ્યને લગતી પણ સેવા કરવામાં આવે છે.