Breaking News

ઈશાની માં મુકેશ અંબાણીએ રોશનીથી સજાવ્યું ઈટાલી, Photos માં માહોલ જુવો ક્લિક કરીને

દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ઘરમાં એક પછી એક ખુશીઓનો માહોલ પથરાઈ રહ્યો છે. અમુકે દિવસો પહેલા જ મુકેશ અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી ની સગાઇ શ્લોકા મેહતા સાથે કરવામાં આવી હતી. આ દરમિયાન અંબાણી હાઉસ એન્ટેલિયા માં ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. બૉલીવુડ હસ્તીઓની ઉપસ્થિતિ અને ભવ્ય ડેકોરેશન ની સાથે આખું એન્ટેલિયા ઝળહળી રહ્યું હતું.
એવામાં હાલ મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ની સગાઈમાં પણ ભવ્ય એમારોહ યોજવામાં આવ્યો હતો. અંબાણી પરિવારની દીકરી છે તો સમારોહ માં કાંઈ બાકી તો ના જ રહે. જણાવી દઈએ કે ઈશા અંબાણી ની સગાઈ આનંદ પીરામીલ સાથે આગળની 21 તારીખે યોજવામાં આવી હતી. ઇટલીના ફેમસ લેકે કોમોમાં ભવ્ય સમારોહ ની સાથે તેઓની સગાઈ કરવામાં આવી હતી, જેનું જશ્ન 3 દિવસ સુધી ચાલ્યું હતું.
પુરા લેક કોમો ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું, એવામાં પરિવારના સભ્યો તેમજ ઘણા ફેમસ બૉલીવુડ સિતારાઓની ઉપસ્થિતિ એ તેમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જાત-જાત ના ફટાકડા થી પૂરું શહેર રોશની થી ચમકાઈ રહ્યું હતું.
આ દરમિયાન ઈશા-આનંદ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. ઈશા એ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા નો ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરી રાખ્યો હતો જયારે આનંદ બ્લેક શેરવાનીમાં નજરમાં આવ્યા હતા.
સચિન તેંદુલકર દીકરી સારા સાથે પહોંચ્યા હતા. જેઓની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ હતી. આ સિવાય આમિર ખાન પણ પત્ની સાથે આવી પહોંચ્યા હતા.
કરન જોહર પણ સ્ટાઇલિશ લુકમાં નજરમાં આવ્યા હતા. જુહી ચાવલા, પ્રિયંકા ચોપરા-નિક, સોનમ કપૂર-આનંદ આહુજા, જ્હાન્વી કપૂર જેવા સ્ટાર્સ એ પણ ઈશા-આનંદ ની સગાઇ માં હાજરી આપી હતી.

Author: fulonimahek.com