Breaking News

ગંગાજળ માં તરતો મળ્યો ‘રામ’ લખેલો પથ્થર , જોવા માટે ઉમટી શ્રદ્ધાળુઓ ની ભીડ….

યુપી ના બિજનૌર માં ગંગા કિનારા પર સફાઈ ના દરમિયાન રામ નામ લખેલો પથ્થર ગંગાજળ માં તરતો મળી આવ્યો છે. સ્થાનીય લોકો પથ્થર ને રામસેતુ નો હિસ્સો જણાવી રહ્યા છે. પથ્થર પર રામ નામ લખેલું હોવાથી શ્રદ્ધાળુઓ તેને જોવા માટે ગંગા ઘાટ પર પહોંચી રહ્યા છે અને તેની પૂજા પણ કરી રહ્યા છે. ગંગા વિચાર મંચ નમામિ ગંગે યોજના ના જિલ્લા પ્રભારી સૌરભ સિંઘલે પથ્થર નેસ્થાપિત કરાવીને ત્યાં મંદિર બનાવાની વાત કહી છે. ગંગા વિચાર મંચ અને નમામિ ગંગે યોજના ના જિલ્લા સંયોજક સૌરભ સિંધલ દ્વારા દરેક સાંજ ગંગા ઘાટ પર હરિદ્વાર માં ગંગા ની આરતી કરવામાં આવે છે. સમય સમય પર તટ પર સફાઈ અભિયાન પણ ચલાવામાં આવે છે. ગુરુવારે સાગર, જૌલી, સતેંન્દ્ર વેગેરે શ્રદ્ધાળુ ઓ ગંગા તટ પર સફાઈ કરી રહયા હતા. આ જ વચ્ચે તેઓની નજર પાણીમાં તરી રહેલા પથ્થર પર પડી. તેઓએ અંદર જઈને આ પથ્થર ને બહાર કાઢ્યો, જેના પર રામ નું નામ લખેલું હતું. તેની જાણ થતા ત્યાં મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ ગંગા પર પહોંચ્યા હતા.


તેઓએ જોયું કે આ એક પથ્થર હતો અને તેના પર નામ લખેલું હતું. પથ્થર પર લખેલા શબ્દ એકદમ સ્પષ્ટ છે અને જોવામાં ખુબ જ જૂનો લાગી રહ્યો છે. રામ નામ લખેલો પથ્થર ગંગાજળ માં તરતા આ પથ્થર ને શ્રદ્ધાળુઓ એ ઘણીવાર ગંગા ની ધારામાં છોડી દીધો હતો, પણ પથ્થર તરતો જ રહ્યો. શ્રદ્ધાળુઓ નું માનવું છે કે આ પથ્થર રામસેતુ નો હિસ્સો છે. ભગવાન શ્રીરામ એ લંકા જાવા માટે રામસેતુ નું નિર્માણ કરાવ્યું હતું. રામસેતુ ને નાસા ના વૈજ્ઞાનિક પ્રમાણિત કરી ચુક્યા છે. અમુક જ દિવસો પહેલા વૈજ્ઞાનિકો એ પોતાની રિસર્ચ પછી કહ્યું કે રામસેતુ પ્રાકૃતિક નથી પણ માનવ નિર્મિત છે. રામસેતુ નો પથ્થર માનીને શ્રદ્ધાળુઓ તેની પૂજા કરી રહ્યા છે.

પથ્થર સ્થાપિત કરીને મંદિર બનાવામાં આવશે:

નમામિ ગંગે યોજના ને જિલ્લા સંયોજક સૌરભ સિંઘલના અનુસાર પથ્થર ને રોજ આરતીમાં રાખીને પૂજા કરવામાં આવશે. જલ્દી જ ગંગા કિનારે મંદિર નું નિર્માણ કરવામાં આવશે અને વિધિ વિધાન થી ત્યાં રામ લખેલા પથ્થર ને સ્થાપિત કરવામાં આવશે. અહીં સમય સમય પર મહાઆરતી નું આયોજન પણ કરવામાં આવશે.

Author: fulonimahek.com