Breaking News

ભુખ્યાઓ ને માત્ર 5 રૂપિયામાં ભોજન કરાવે છે ”આપકી રસોઈ”, 5 રૂપિયા પણ એટલા માટે જેથી કોઈ ભોજન લેવા માટે અચકાઈ નહીં….

કૌન બનેગા કરોડપતિ માં 6 લાખ 40 હજાર રૂપિયા જીતનારા ફરીદાબાદ ના સરદાર ‘દવિન્દર સિંહ’ ચર્ચા માં બનેલા છે. દવિન્દર કેબીસી માં રકમ જીતવા કરતા વધુ ‘આપકી રસોઈ’ ને લઈને ચર્ચા માં છે. દવિન્દર દિલ્લી થી  ફરીદાબાદ માં દરેક રવિવાર ના રોજ માત્ર 5 રૂપિયામાં ભૂખ્યા લોકોને ભરપેટ ભોજન કરાવે છે. કેબીસી માં દવિન્દર એ જયારે પોતાની રસોઈ વિશે જણાવ્યું તો તેનાથી અમિતાબ જી પણ ખુબ જ પ્રભાવિત થઇ ગયા હતા. દવિન્દર ના આધારે, ‘ગુરુદ્વારો માં મોટા વૃદ્ધ લોકોને સેવા કરતા જોઈને બાળપણ થી જ તેને શીખ મળી છે કે જરૂરિયાત મંદ લોકોને ભરપેટ જમાડો. 2006 માં હું ઇન્ફોસિસ પુણે માં હતો તો ત્યાંના હિંજેવાડી ફાઉન્ડેશન ના બૈનર ના ચાલતા સરસ્વતી અન્નથાલય શિક્ષણ આશ્રમ ભોજન લઈને આવતા હતા”.
દવિન્દર સિંહે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે-‘દિલ્લી માં ભૂખમરા ને લીધે બે બાળકોની મૃત્યુની ખબર ની જાણ થતા તેનું દિલ પીગળી ગયું હતું. તેને લાગ્યું કે રાજધાની માં આ પ્રકારની ભૂખ થી તડપીને દમ તોડતા બાળકો એક ચિંતા નો વિષય છે.તેના પછી દવિન્દરએ નિર્ણય કર્યો કે તેનાથી જેટલું પણ થઇ શકશે, તે ચોક્કસ કરશે.
5 રૂપિયા એટલા માટે કેમ કે કોઈ ભોજન લેવા માટે અચકાઈ નહીં:
દવિન્દરના આધારે, અઠવાડિયા માં એક દિવસ તેની ફેમિલી શહેર ના રસ્તાઓ પર નીકળીને ભૂખ્યા લોકોને ભરપેટ ભોજન કરાવે છે. ફેમિલી ના સભ્યો દરેક શનિવાર ની રાતે મળીને ભોજન તૈયાર કરે છે. પછી સવારે ‘આપકી રસોઈ, 5 રૂપિયાના ભરપેટ ભોજન’ ના બૈનર ની સાથે કોઈ વિસ્તારમાં નીકળી જાય છે. 5 રૂપિયા પણ એટલા માટે રાખવામાં આવ્યા છે જેથી કોઈ ભૂખ્યું ભોજન લેવા માટે અચકાઈ નહીં. પણ જો કોઈની પાસે પૈસા ના હોય તો પણ અમે તેઓને ભરપેટ ભોજન જ કરાવીયે છીએ.

દરેક કોઈ ‘આપકી રસોઈ’ સાથે જોડાવા માગે છે:

કેબીસી દ્વારા ‘આપકી રસોઈ’ ની એટલી લોકપ્રિયતા મળી છે કે દરેક કોઈ આ કામ સાથે જોડાવા માગે છે. દવિન્દર  ના આધારે, તેને લગાતાર ફોન આવી રહ્યા છે અને તેના માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવું પડ્યું. ઉમ્મીદ છે કે હવે માત્ર અઠવાડિયા ના એક જ દિવસ નહિ પણ સાતે સાત દિવસ ભૂખ્યા લોકોને ભરપેટ ભોજન ખવડાવે. લોકો ઈચ્છે છે કે અમે તેને એનજીઓ ના રૂપમાં વધુ આગળ વધારીએ.

Author: fulonimahek.com