Bollywood

પતિની સાથે ગોવામાં મોજ કરી રહી છે સલમાન ખાનની આ અભિનેત્રી, તસવીરો એટલી હોટ કે જોઈને જ ઘાયલ થઇ જશો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ભાગ્યશ્રી ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. તેણે અમુક જ ફિલ્મો કરી અને અચાનક જ લગ્ન કરીને બોલીવુડથી દુરી બનાવી લીધી.

23 ફેબ્રુઆરી 1969 ના રોજ જન્મેલી ભાગ્યશ્રી 52 વર્ષની થઇ ચુકી છે, જો કે આ ઉંમરે પણ તેની સુંદરતા અને ફિટનેસ કોઈ યુવાન અભિનેત્રીથી કમ નથી. ભાગ્યશ્રી પોતાની ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપે છે અને કઠોર વ્યાયામ કરતી પણ જોવા મળે છે.

ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યું હતું જે વર્ષ 1989 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ પછી ભાગ્યશ્રી રાતોરાત સ્ટાર બની ગઈ હતી પણ તેની ફિલ્મી કારકિર્દી કઈ ખાસ ન રહી. જો  કે ફિલ્મ પહેલા ભાગ્યશ્રી ટીવી દુનિયામાં પણ ડેબ્યુ કરી ચુકી હતી અને તેનો પહેલો ટીવી શો “કચ્ચી ધૂપ” હતો, જે વર્ષ 1987 માં પ્રસારિત થતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

ભાગ્યશ્રીએ બિઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા અને આજે તેનો એક દીકરો અભિમન્યુ દાસાની છે જે ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે અને એક દીકરી અવંતિકા દાસાની છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

આગળના ફેબ્રુઆરી મહિનામાં ભાગ્યશ્રી 52 વર્ષની થઇ હતી અને આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે તે પતી સાથે ગોવા પહોંચી હતી. ભાગ્યશ્રીએ મન ભરીને ગોવામાં મસ્તી કરી હતી અને એક ક્ષણને જીવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

ભાગ્યશ્રીએ વેકેશનની તસવીરો પોતાના એકાઉન્ટ પર પણ શેર કરી હતી. તેની દરેક તસવીરોમાં તેનો લુક એકદમ ગજબનો હતો. આ ઉંમરે પણ તેની સુંદરતા અને બોલ્ડનેસમાં કોઈ જ ખામી નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

અમુક તસવીરોમાં તે પથ્થર પર આરામના મૂડમાં બેઠેલી દેખાઈ રહી જ્યારે અન્ય એક તસવીરમાં તે હાથમાં ફૂલોનો ગુલગસ્તો લઈને પોઝ આપી આપી રહી છે, જ્યારે એક તસવીરમાં તે બાલ્કનીમાં ઉભેલી છે, તો એક તસવીરમાં તે પતિ સાથે બેડરૂમમાં બેઠેલી છે. ભાગ્યશ્રીની દરેક તસવીરો દર્શકોએ ખુબ પસંદ કરી હતી.