Bollywood

બોલીવુડની આ દિગ્ગજ સિંગરે કર્યો ધડાકો, કહ્યું- મારા પતિથી દૂર રહીને ઘણી વખત બીજા મર્દ સાથે…

લગ્ન જીવનમાં એવી કેટલીક પળો આવે છે, જયાં વ્યક્તિને તેમના સંબંધ પ્રત્યે આકર્ષણ ઓછુ થવા લાગે છે અને તે બીજાની તરફ આકર્ષાય છે. જો કે, પ્રેમ જો સાચો હોય તો, તે વ્યક્તિ પણ 25 વર્ષથી વધુ સમય પતિથી અલગ રહી રહેલી અલ્કા યાગ્નિકની જેમ સફળ લગ્ન જીવન જીવી શકે છે.

25 વર્ષથી વધુ લગભગ 27 વર્ષ જેટલો સમય પતિથી અલગ રહેનાર બોલિવુડની જાણિતી સિંગર અલ્કા યાગ્નિકે બધી જ મુશ્કેલીઓ પાર કરી અને સંબંધને કાયમ રાખ્યો. આવો જાણીએ તેમના લગ્ન જીવન વિશે.

રિયાલિટી શો “સારેગામાપા લિટલ ચેંપ્સ”ના સિઝન 8ના જજ બનેલા અલ્કા યાગ્નિક ફિલ્મ “તેજાબ”ના ગીત “એક દો તીન” થી પોપ્યુલર થયા હતા. તેમણે 1989માં શિલોંગ બેસ્ડ બિઝનેસમેન નીરજ કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના છેલ્લા 26-27 વર્ષથી અલ્કા પતિથી અલગ રહે છે. બંનેના અલગ રહેવાનુ કારણ કોઇ ઝઘડો કે કોઇ મતભેદ નહિ પરંતુ તેમનું કામ છે.

લગ્ન બાદ અલકા કામને કારણે વધારે સમય મુંબઇમાં રહેતા હતા. ત્યાં તેમના પતિ નીરજને તેમના બિઝનેસને કારણે શિલોંગમાં રહેવુ પડતુ હતું. કામથી નીકળીને અલકા કયારેક કયારેક શિલોંગ જતા હતા, તો કયારેક નીરજ મુંબઇ આવી જતા હતા.

આ વચ્ચે તેમના ઘરે એક દીકરી સાયશાનો જન્મ થયો, જે લગભગ 28 વર્ષની થઇ ચૂકી છે. અલકા અને નીરજ બંને અલગ ફિલ્ડથી હોવાને કારણે તેઓએ બાદમાં એ નિર્ણય કર્યો કે, તેઓ અલગ-અલગ રહીને જ કામ પર ધ્યાન આપશે. જો કે, અલગ રહ્યા છત્તાં પણ તેઓ વચ્ચેનો સંબંધ કાયમ છે. તમને જણાવી દઇએ કે, અલકાની દીકરીના પણ લગ્ન થઇ ચૂક્યા છે.

ફેમસ સિંગર અલ્કા યાજ્ઞિક અને તેમના પતિ નિરજ કપૂર 26-27 વર્ષથી અલગ રહીને પણ આ કપલ હેપ્પી મેરેજ લાઈફ જીવે છે. અલ્કા યાજ્ઞિકના લગ્ન વર્ષ 1989માં થયા હતા. નીરજે પોતાની પત્નીના કરિયરને મહત્વ આપ્યું અને તેથી જ શિલોંગ છોડીને મુંબઈમાં બિઝનેસ માટે પ્રયત્ન કર્યો.પરંતુ તેઓ સફળ ન થયા અને એ જ કારણે અલકાએ તેમને શિલોંગમાં જ બિઝનેસ કરવા કહ્યું.

ત્યારબાદ અલ્કા પોતાનું ગમે તેવું કામ હોય તે છતાં એકબીજા સાથે સમય પસાર કરવા માટે મુંબઈ અને શિલોંગ વચ્ચે મુસાફરી કરતા હતા. પરંતુ અલ્કા યાજ્ઞિકે એક ખુલાસો કર્યો અને બધા ચોંકી ગયા હતા.

સતત પતિથી દૂર રહેવાના કારણે એવો સમય આવ્યો હતો કે જ્યારે તેને કોઈ અન્ય પુરુષ સાથે એક્ટ્રેક્શન થયું હોય. પરંતુ અલ્કા પોતાની મર્યાદા જાણતા હતા અને તેમણે બધી વાતનું ધ્યાન રાખ્યું. જેથી અલ્કાએ આવા કોઈ પણ મોકાને ફાવવા ન દીધો અને આજે આ કપલ બીજા કપલ માટે પણ એક ગોલ છે.