Bollywood

દિયા મિર્જા જ નહીં લગ્ન પહેલા બોલીવુડની ઘણી અભિનેત્રીઓ હતી ગર્ભવતી, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં શામિલ

બોલીવુડની આ 10 અભિનેત્રી લગ્ન પહેલા જ પતિ જોડે કરી ચુકી છે ‘લીલા’ જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

અભિનેત્રી દિયા મિર્જાએ આગળની ફેબ્રુઆરી મહિનાઆ બિઝનેસ મેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. જેના પછીના જ મહિને દિયાએ ગર્ભાવસ્થાની જાણ કરીને દરેકને ચોંકાવી દીધા હતા. દિયા લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ચુકી હતી. જો કે બોલીવુડમાં માત્ર દિયા જ નહિ પણ આ અભિનેત્રીઓ પણ લગ્ન પહેલા ગર્ભવતી થઇ ચુકી હતી. આવો તો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે.

1. નેહા ધૂપિયા:
નેહા ધૂપિયાએ બોયફ્રેન્ડ અને અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા, લગ્ન એકદમ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. લગ્નના અમુક જ સમય પછી નેહા ગર્ભવતી થઇ અને તેનું બેબી બમ્પ પણ દેખાવા લાગ્યું હતું. બાળકના જન્મ પછી બંનેએ સ્વીકાર્યું કર્યું હતું કે લગ્ન પહેલા જ નેહા ગર્ભવતી થઇ ચુકી હતી.

2. કલ્કી કોચલીન:
કલ્કિ કોચલીને બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. કલ્કિ અમુક મહિનાઓ પહેલા જ માં બની છે. જો કે તેણે બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા વગર જ બાળકને જન્મ આપ્યો હતો.

3. નતાશા સ્ટેનકોવિક:
નતાશાએ ભારતીય ક્રિકેટર હાર્દિક પાંડ્યા સાથે લગ્ન કર્યા છે. લગ્નના અમુક જ સમય પછી બંનેએ ગર્ભાવસ્થાની જાણ કરી હતી. લગ્ન પહેલાજ નતાશા ગર્ભવતી થઇ ચુકી હતી.

4. મહિમા ચૌધરી:
મહિમા ચૌધરીએ અચાનક જ બોબી મુખર્જી સાથે લગ્ન કરવાની ઘોષણા કરી હતી અને લગ્ન પછી અમુક જ મહિનાઓમાં મહિમાએ દિકરીને જન્મ આપ્યો હતો. એવામાં લોકોનું માનવું હતું કે તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ચુકી હતી.

5. સેલિના જેટલી:
સેલિના જેટલીએ વર્ષ 2011 માં દુબઈમાં સ્થાઈ ઓસ્ટ્રેલિયાના બોયફ્રેન્ડ પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. સેલિના લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ચુકી હતી અને લગ્નના અમુક જ મહિનાઓમાં ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો.

6. શ્રીદેવી:
દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ પણ એક સમયે સ્વીકાર્યું હતું કે તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ચુકી હતી. લગ્ન સમયે શ્રીદેવી સાત મહિનાની પ્રેગ્નેન્ટ હતી, અને જાહ્નવી કપૂરને જન્મ આપ્યો હતો.

7. કોંકણા સેન શર્મા:
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોંકણા સેન શર્મા જયારે રણવીર શૌરીને ડેટ કરી રહી હતી ત્યારે જ તે ગર્ભવતી થઇ ચુકી હતી, જેના પછી તેણે લગ્ન કર્યા અને બાળકને જન્મ આપ્યો હતો.

8. સારિકા:
સારિકા અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા કમલ હસન ઘણા સમય સુધી એકબીજાના રિલેશનમાં રહ્યા હતા. તે સમયે સારિકા ગર્ભવતી થઇ ગઈ હતી અને અભિનેત્રી શ્રુતિ હસનનો જન્મ થયો હતો, જેના પછી  બંનેએ લગ્ન કર્યા અને બીજી દીકરી અક્ષરા હસનનો જન્મ થયો હતો.

9. એમી જૈક્સન:
સલમાન ખાનની પ્રેમિકા રહી ચુકેલી અભિનેત્રી એમી જેક્સને દીકરાને જન્મ આપ્યો હતો, જો કે તેણે હજી સુધી બોયફ્રેન્ડ જોર્જ સાથે લગ્ન નથી કર્યા.

10. ગૈબ્રિએલા:
અર્જુન રામપાલ અને  ગૈબ્રિએલા માતા-પિતા બની ચુક્યા છે. બંને ઘણા સમયથી લિવ ઈન રિલેશનમાં રહેતા હતા, જો કે હાજી સુધી બંનેએ લગ્ન નથી કર્યા.