Breaking News

આ 9 ફિલ્મો એવી ડરાવની છે કે ઉડાડી દેશે તમારા હોંશ, જેને તમારા રિસ્ક પર જ જોજો…..

આ ફિલ્મોને મળ્યાં છે ઘણા એવોર્ડ

આપણે જાણીએ છીએ કે આ બધી ફિલ્મો આપણને ચોક્કસપણે ડરાવશે. જેને જોયા પછી બધાની રાતોની ઊંઘ પણ ઉડી જાશે. તે છતાં પણ આપળે આવી ફિલ્મો જોઈએ છીએ. કેમ કે આવી ફિલ્મોમાં જે મજા છે તે બીજી કોઈ પણ ફિલ્મોમાં નથી. જો કે આવી બધી વાતો માત્ર હોરર ફિલ્મોના શોખીન લોકોજ સમજી શકે છે.
જો કે હાલના સમયમાં તો ભારત સહીત ઘણા દેશોમાં ઘણી એવી હોરર ફિલ્મો રીલીઝ થતી હોય છે, પણ એમાંથી અમુક ફિલ્મોં એવી પણ છે કે ડરાવે છે ઓછી પણ હસાવે છે વધુ. ઘણી ફિલ્મો એવી પણ હોય છે કે જે મનમાં વસી જાય છે. આ ફિલ્મોમાં બતાવવામાં આવેલા સીન રાતોની ઊંઘને ઉડાડી નાખે છે.

આજે અમે આવિજ કાઈક હોરર ફિલ્મો વિશે કહેવા જઈ રહ્યા છે.

1. પૈરાનોર્મલ એક્ટીવીટી:


2007 માં રીલીઝ થયેલી આ ફિલ્મને એવી રીતે શૂટ કરવામાં આવ્યું હતું કે તેને જોવાના સમયે તમને એવું ફિલ થાશે કે જાણે તમે  CCTV કેમેરા ની ફૂટેજ જોઈ રહ્યા છો. કેવી રીતે આત્માઓ ઘર પર કબજો કરી લે છે. ફેમિલીને મારે છે. આ તમામ દ્રશ્ય તમને ડરાવવા માટે પુરતા છે.

2. ધ ડીસેંટ:

2005 માં રીલીઝ થયેલી આ બ્રિટીશ હોરર ફિલ્મ 6 યુવતીઓની કહાની છે, જે ગુફામાં ખૂન નાં તરસ્યા શિકારીઓ ની વચ્ચે ફસાઈ જાય છે. આ ફિલ્મમાં બતાવામાં આવેલા ખૂન ખરાબા ઊંઘ ઉડાવી દે છે.
3. ધ એક્જોરસીસ્ટ:

1983 ની સાલમાં રીલીઝ થયેલી આ ફિલ્મ સૌથી ડરાવની ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મમાં એક યુવતી પર એક ભૂત હાવી થઈ જાય છે, જેને પાદરી દુર કરવાની કોશિશ કરે છે. આ સીન ફિલ્મમાં ખુબજ ડરાવની રીતે બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મના સીન ઘણી બોલીવુડ ફિલ્મો જેવી કે ‘ભૂત’ અને ‘1920’ વગેરે જેવી ફિલ્મો માં કોપી કરવામાં આવ્યા હતા.

4. ઇવિલ ડેડ:

આ સિરીઝની પહેલી ફિલ્મ 1981 માં રીલીઝ થઈ હતી. જો કે આ સીરીઝના બધા પાર્ટ્સ તમને ડરાવવા માટે દમ રાખે છે, પણ તેનો 2013 માં રીલીઝ થયેલો લેટેસ્ટ પાર્ટ તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે.

5. ધ કોન્ઝ્યુરીંગ:

આ ફિલ્મ એક એવા કપલની કહાની છે જે ભૂતોને દુર ભગાવવાનું કામ કરે છે. આ ફિલ્મનાં બે પાર્ટ્સ રીલીઝ થઈ ચુક્યા છે. બન્ને ફિલ્મો ને અમેરિકાની સૌથી ડરાવની ફિલ્મોમાં ગણવામાં આવેલી છે.

6. ધ રિંગ:

2002 માં રીલીઝ થયેલી ‘ધ રિંગ’, 1998 માં રીલીઝ થયેલી જાપાની ફિલ્મ ‘રીંગો’ ની રીમેક છે. આ ફિલ્મના બે સીક્લ્સ પણ રીલીઝ થઈ ચુક્યા છે. આ ફિલ્મ એવા ટેપની કહાની છે, જેને જોવા વાળા ની 7 દિવસોની અંદરજ મૃત્યુ થઈ જાય છે.

7. સ્લીપી હોલો:

આર્ટ ડાયરેકશન ના માટે ઓસ્કાર એવોર્ડ જીતેલી આ ફિલ્મમાં એક માથું કપાયેલો વ્યક્તિ હોય છે, જે રાતના સમયે લોકોને મારે છે. 1999 માં રીલીઝ થયેલી આ ફિલ્મને સૌથી ડરાવની માનવામાં આવે છે.

8. સાઈલેન્સ ઓફ ધ લૈમ્બ્સ:

1991 માં રીલીઝ થયેલી આ ફિલ્મ એક એવા સીરીયલ કીલર ની કહાની છે જે લોકો ને મારીને તેનું માંસ ખાય છે. તમને હોંશ ઉડાવનારી આ ફિલ્મે સર્વ શ્રેષ્ઠ ફિલ્મ, નિર્દેશક, અભિનેતા, અભિનેત્રી અને સ્ક્રીનપ્લે ના ઓસ્કાર એવોર્ડ પણ જીત્યા હતા.

9. રોજમૈરી બેબી:

આ ફિલ્મ 1968 માં રીલીઝ થઈ હતી. તે છતાં આજે પણ આ ફિલ્મ સૌથી ખતરનાક હોરર ફિલ્મોમાં માનવામાં આવે છે. આ એક એવી યુવતીની કહાની છે જે એક શૈતાન ને જન્મ આપે છે. આ ફિલ્મને એક ઓસ્કાર એવોર્ડ અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ન્વાઝ્વામાં આવ્યા હતા.

Author: fulonimahek.com